Western Times News

Gujarati News

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા-મુસાફરોની સુવિધાઓ વધારવા અનેક પ્રોજેક્ટોનું ઉદ્‌ઘાટન

અમદાવાદ, કેન્દ્રીય રેલ અને કાપડ રાજ્ય મંત્રી, મતી દર્શના જરદોશે ૧૩મી મે, ૨૦૨૨ના રોજ ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિસ્તૃત કનેક્ટિવિટી ની સાથે સાથે સલામતી અને સુવિધા વધારવાથી સંબંધિત વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીયા માર્ગ અને મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માનનીય મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાતના માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈપટેલ;

માનનીય સાંસદ મતી શારદાબેન પટેલ, ભરતસિંહજી ડાભી, પરબતભાઈ પટેલ; જુગલસિંહ લોખંડવાલા, દિનેશચંદ્ર અનાવડિયા અને માનનીય ધારાસભ્ય રમણભાઈ પટેલ, અજમલજી ઠાકોર અને કરશનભાઈ સોલંકી અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો ની સાથે- સાથે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના રેલ્વે મેનેજર તરૂણ જૈન અને વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી સલામતી,ઝડપ અને ગતિશીલતા ને વધારવા માટે મુજબ માનનીયા કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી મતી દર્શના જરદોશે પાલનપુર-ઉમરદશી, ઊંઝા-ભાંડુ મોટીદાઉ વિભાગમાં નવનિર્મિત રોડ ઓવરબ્રિજાે અને પાલનપુર સ્ટેશન પર ટ્‌વીન રોડ ઓવર બ્રિજ (નં. ૧) અને અમદાવાદ મંડળના પાલનપુર યાર્ડ ખાતે એક રાહદારી સબવેનું ઉદ્‌ઘાટન કર્યું.

તેમના સંબોધનમાં માનનીય કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રીએ ભારતીય રેલ્વે ની સાથે-સાથે પશ્ચિમ રેલ્વે માટેનું તેમનું દ્રષ્ટિકોણ શેર કર્યું અને રેલ્વે દ્વારા આ ક્ષેત્રમાં લાવવામાં આવતા નવા અને સકારાત્મક ફેરફારો નું સ્વાગત કર્યું એ વાત પર ભાર મુક્યો હતો આ જાહેર કલ્યાણ પ્રોજેક્ટ્‌સથી મુસાફરોની સલામતી અને સુરક્ષાને વધારશે અને તમામ હિતધારકોમાટે મુસાફરીને સરળ અને વધુ સુલભ બનાવશે.

ઠાકુરે વધુમાં જણાવ્યું કે નવનિર્મિત રોડ ઓવર બ્રિજ (ન્ઝ્ર નંબર ૧૭૦, ૨૦૬, ૨૦૮મ્)ક્રોસિંગની જગ્યાએ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર યાર્ડ ખાતે એક ટ્‌વીન આરઓબી (નં.૧) બનાવવામાં આવેલ છે આ રોડ ઓવરબ્રીજાેને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસીસીઆઇએલ ) અને રાજ્ય સરકાર (૨૦૮બી ની

જગ્યાએ આરઓબી ના કિસ્સામાં) સાથે વહેંચાયેલા ખર્ચના આધારે રૂ. ૧૪૮.૭૭ કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ્‌સ રેલ ટ્રાફિકની સમય, પાબંદી, સુનિશ્ચિત કરવાની સાથે -સાથે સલામતી અને ઝડપ વધારવા પર સીધી અસર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.