ઇન્ફ્લુએન્ઝાની રસી માટે તૈયાર થઈ જાઓ, ફ્લુની સિઝન શરૂ થાય એ પહેલા રસી જરૂરી
· ભારતમાં ફ્લુની અસર સામાન્ય રીતે, ઋતુ બદલાય તે દરમિયાન થાય છે. ફ્લુની સિઝન શરૂ થાય એ પહેલા રસી મૂકાવો, જેથી ઉનાળા અને ચોમાસા દરમિયાન આવતી ઇન્ફ્લુએન્ઝાની સિઝનની સામે રક્ષણ મેળવી શકાય.
· બાળકો, મોટી ઉંમરના વડિલો, ડાયાબિટીસ અને અસ્થમા જેવા કોમોર્બિડિટીસ સાથેના દર્દીઓને ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગવાનું જોખમ વધુ રહેલું છે
કોવિડ-19ના લીધે આપણે પહેલા ક્યારેય નહીં જોવાયેલું વેક્સીનનું મૂલ્ય સમજાયું, તેમ છતા ઘણા લોકો ઇન્ફ્લુએન્ઝા જેવા રસી નિવારણ રોગો (વીપીડીએસ), જેવા કે ઇન્ફ્લુએન્ઝાની સામે રક્ષણ મેળવાતી રસી મૂકાવવાથી દૂર ભાગે છે. ફ્લુના ચેપની તિવ્રતાએ વાતાવરણ પર આધારીત છે, જે તેને સિઝનલ બનાવે છે.
ચોમાસામાં ભેજવાળી હવા અને પ્રદુષણનું વધતુ પ્રમાણ ચેપનું જોખમ વધારે છે. ડબલ્યુએચઓ અનુસાર, ભારતએ દક્ષિણ ગોળાર્ધ ક્ષેત્રમાં આવે છે. તેનો અર્થ એ છે કે, અહીં ઉનાળા અને ચોમાસાની વચ્ચે ફ્લુના કેસમાં એક ઉછાળો જોવા મળે છે. તો ફ્લુની રસી મુકાવવાનો યોગ્ય સમય હવે શરૂ થઈ ગયો છે.
તેથી જ નિષ્ણાંતો એવું સુચવે છે કે, ફ્લુની સિઝન શરૂ થતા પહેલા જ દરેક લોકોએ રસી મૂકવી લેવી જોઈએ, જેથી શરીરમાં એન્ટીબોડી વિકસવા માટે તથા ફ્લુની સામે રક્ષણ મેળવવા માટે પુરતો સમય મળી રહે. જેમને કોવિડ-19 રસી લીધેલી હોય, તેમને કોઈપણ ફ્લુની રસી મુકવા માટે 30 દિવસની રાહ જોવી જોઈએ.
ઇન્ફ્લુએન્ઝાના દર્દ અંગે વધુ વિસ્તારપૂર્વક જણાવતા, ડો. રાજુ સી. શાહ- મેડિકલ ડિરેક્ટર, અંકુર ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થ, અમદાવાદ કહે છે, “ઇન્ફ્લુએન્ઝા એ એક ચેપી વાયરસ છે, જે દરવર્ષે ફાટી નિકળે છે, પણ તેને રસીથી સુરક્ષિત રાખી શકાય છે. ફ્લુની રસીએ 6 મહિનાથી લઇને મોટી ઉંમરના લોકો સુધી દરેક માટે સલામત છે.
ફ્લુની રસીએ તેની ટોચની સિઝનની શરૂઆતમાં લેવાનું સૂચન કરવામાં આવે છે. જો આપણે પ્રાથમિક સાવચેતી હાથ નહીં ધરીએ તો, આગામી ચોમાસાની સિઝનમાં ફ્લુના કેસમાં 30-40 ટકાના ઉછાળાની સંભાવના છે. એ જ રીતે, 6 મહિનાથી લઇને 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોના કેસમાં જેમને રસી નથી આપી તેમના રોગના ચેપમાં ફેરફારો જોવા મળશે,
જેમને રસી લીધી છે, તેમની તુલનામાં તેમના ચેપમાં 70 ટકા જેટલો વધારો જોવા મળશે. તેથી, દરેક માટે અને ખાસ તો, બાળકો અને મોટેરાઓ, જેમનામાં ઓછી રોગપ્રતિકારક શક્તિ કે કોમોર્બિડ સ્થિતિને લીધે ફ્લુનું જોખમસૌથી વધુ છે, તેમના માટે પ્રાથમિક રક્ષણ છે, રસી.”
અન્ય શહેરની સાથે અમદાવાદ પણ આર્થિક પ્રવૃતિની પહેલ કરી રહ્યું છે, તે કામના સ્થળોને ફરીથી ખોલી રહ્યું છે અને લોકો શહેરમાં એક શહેરથી બીજા શહેર જઈ રહ્યા છે તથા અન્ય રાજ્યોમાં પણ મુસાફરી કરી રહ્યા છે, ત્યારે 360 ડિગ્રી રક્ષણ માટે ફ્લુની રસીએ સૌથી વધુ જરૂરી રક્ષણ છે.
તમારી આસપાસ સ્વચ્છતા જાળવી રાખવાનની, નિયમિત માસ્ક પહેરવું તથા નિયમિત ધોરણે સેનિટાઈઝિંગ કરવું તેની સાથોસાથ બધાથી વધુ હવે રસી મુકવવી પણ એટલું જ મહત્વનું છે. કેમકે, ફ્લુના વાયરસ વર્ષ દર વર્ષ બદલાતા રહે છે, જ્યારે લોકોમાં લાંબા સમય સુધી રોગપ્રતિકારક શક્તિ સારી નથી રહેવાની, તેથી જ દરેક માટે વાર્ષિક એક ડોઝ જરૂરી બની ગયો છે.
રસીના ફાયદાને હાઈલાઈટ્સ કરતા, ડો. રાજુ ઉમેરે છે, “રસીને ઘણા ચેપ અને ખતરનાક રોગો જેવા કે, ઓરી, ગાલપચોળિયા, પોલિયો, રૂબેલા કે ઇન્ફ્લુએન્ઝાની સામે સૌથી અસરકારક ગણવામાં આવે છે.તે એવી એન્ટીબોડી ઉભી કરે છે,
જે આ પ્રકારના ખાસ વાયરસની સામે લડત આપે છે અને તેના વાયરસ જો શરીરમાં પ્રવેશે તો, તેને મારી નાખે છે તથા આ રોગની સામે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે. આ રસી અત્યંત સલામત છે અને જ્યારે સમયસર લેવામાં આવે ત્યારે તેના લીધે ફ્લુના કારણે માંદગીમાં ડોક્ટરની મુલાકાતમાં ઘટાડો થાય છે અને તેની અનુપસ્થિતિમાં પણ ઘટાડો થાય છે તથા બાળકોમાં ઇન્ફ્લુએન્ઝા સંબંધિત હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુનું જોખમ પણ ઘટે છે.”
ભારત જેવા વિકસતા અર્થતંત્ર માટે, રોગચાળાની સામે લડવા, જરૂરી સાવચેતી તથા સાવધાનીના પગલા લેવા માટે હાથ મિલાવવાએ હાલની જરૂરિયાત છે. એક ઇન્ફ્લુએન્ઝાની રસીએ દેશના અર્થતંત્ર પરના ભારને કાબૂમાં રાખવા માટે એક નિવારક પદ્ધતિ સાબિત થઈ શકે છે અને ઇન્ફ્લુએન્ઝાની સામે એક સાવચેતી તરીકે પણ કામ કરે છે.