Western Times News

Gujarati News

ઇન્સ્ટાગ્રામ ચલાવતા ચલાવતા બની ગઈ ફરારીની માલકિન

નવી દિલ્હી, સોશિયલ મીડિયા દ્વારા નામ કમાનારા, ફેમસ અને સારા ફેન ફોલોઇંગ ધરાવતા લોકોની કમી નથી. સારી વસ્તુઓ, સુંદર ચહેરો, સારું શરીર, સુંદર વિચારો. અહીં બધું જ વેચાય છે. ફક્ત વેચનાર પાસે રસ્તો હોવો જાેઈએ. જેમણે આ રીત પકડી લીધી તેમને મોજ જ મોજ છે.

મિયામી, ફ્લોરિડાની રહેવાસી ૨૮ વર્ષીય એલેક્સા ડેલાનોસ પણ આવી જ એક સેલિબ્રિટી છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાખો ફોલોઅર્સ છે એટલું જ નહીં, બેન્ક એકાઉન્ટમાં કરોડોની મૂડી પણ છે. એલેક્સા ઇન્સ્ટાગ્રામની ફેમસ મોડલ છે. શોખ માટે આ પ્લેટફોર્મ પસંદ કરનાર એલેક્સાએ આજે તેના દ્વારા પોતાનું બેન્ક બેલેન્સ એટલું મજબૂત કરી દીધું છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જશે.

સોશિયલ મીડિયા પર પોતાના ફોટા સાથે એલેક્સા ૬૫,૦૦૦ ડોલરથી વધુ એટલે કે ભારતીય કરન્સીમાં ૪૮ લાખથી વધુની કમાણી કરે છે. લોકો તેમની સુંદરતા, ગ્લેમર, એન્ટિક્સ અને ફિગર્સના દિવાના હતા જ હવે તેમની સંપત્તિ પણ તમના ફેન્સને આકર્ષિત કરી રહ્યાં છે.

આ મોડલ્સ અવાર નવાર પોતાની રોમિંગ, હોટલ રેસ્ટોરન્ટ, બીચ, પાર્ટી દરેક જગ્યા શેર કરતી રહે છે. એલેક્ઝાની વૈભવી જીવનશૈલીથી તેના ફેન્સ પહેલેથી જ પાગલ હતા. પરંતુ હાલમાં જ એલેક્સાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૬૦ લાખથી વધુ ફોલોઅર્સ વચ્ચે ફેરારી સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેના કારણે ઇન્સ્ટા યુઝર્સના હોશ ઉડી ગયા હતાં.

એક તો, તેમની સુંદરતા અને ઉપરથી બેકગ્રાઉન્ડમાં ઊભેલી સુંદર સફેદ ફરારી એક સાથે ખૂબ જ અદ્ભુત સંયોજન લાગતુ હતું. રોડની વચ્ચે ફેરારી સાથે ઊભેલી એલેક્સાને ઉપરથી નીચે સુધી બ્રાન્ડેડ કપડા અને એસેસરીઝથી સજ્જ કરવામાં આવી હતી.

એલેક્ઝાનો ફોટો જાેતા તેનું જીવન સપનાની કાલ્પનિકતા જેવું લાગે છે. સફેદ ફેરારી સાથે ઉભી રહેલી ૨૮ વર્ષીય એલેક્સાએ આ ફોટોને ‘મીટ મી ડાઉનટાઉન’ કેપ્શન આપ્યું હતું. બસ આ આમંત્રણથી ના જાણે કેટલા લોકોના હ્રદયના ઘબકારા વઘી ગયા હશે.

એલેક્સાએ પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે જાે તે પત્રકાર બની હોત તો તેની કમાઈનું ત્રણ ગણુ તે સોશિયલ મીડિયાથી કમાણી કરી લેત. તેમણે હવે તેના પર ધ્યાન આપવું જાેઈએ. તે હવે મનોરંજનની દુનિયામાં પોતાને માટે શક્યતાઓ શોધવાની વાત કરે છે. સંભવ છે કે ત્યાં પણ આટલા બધા પ્રેમીઓ હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.