ઇન્સ્ટામોજોએ આગામી દિવસોમાં કાયમ માટે વર્ક ફ્રોમ હોમની છૂટ આપવાની જાહેરાત કરી
· ક્રિષ્નાગિરી, કોલાર, દેહરાદૂન અને સીતાપુર જેવા ટિઅર 2 અને 3 શહેરોમાંથી નવી ભરતી કરી
· કંપની કર્મચારીઓને ફ્લેક્સિબલ વિકલ્પ તરીકે કાયમ માટે WFHની છૂટ આપશે
બેંગાલુરુ, MSMEsમાટે ફૂલ-સ્ટેક સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્સ્ટામોજોએ આજે જાહેરાત કરી હતી કે, છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ કરેલી નવી ભરતીમાંથી 50 ટકાથી વધારે ભરતી ટિઅર 2 અને 3 શહેરો અને નગરમાંથી કરી છે. ટેક, માર્કેટિંગ અને પ્રોડક્ટ ટીમો સહિત કેટલાંક વર્ટિકલ્સમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કંપનીએ કાયમ માટે ઘરેથી કામ કરવા (વર્ક ફ્રોમ હોમ)નો વિકલ્પ પણ પ્રસ્તુત કર્યો હતો, જેમાં કર્મચારીઓ ઘરેથી કે ઓફિસમાંથી તેમની અનુકૂળતા મુજબ કામ કરવાનું પસંદગી કરી શકે છે.
રોગચાળા ફેલાયો એ પછી અત્યાર સુધીના વર્ષમાં ભારતીય ઉદ્યોગજગતે નવા સ્થિતિસંજોગોનો સ્વીકાર કર્યો છે, જેમાં રિમોટ હાયરિંગનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. લોકેશનનાં અવરોધ વિના ઇન્સ્ટામોજોએ વિવિધ પ્રકારની પ્રતિભા ધરાવતા લોકોને પોતાની સાથે જોડ્યાં હતં, ખાસ કરીને ટેકનિકલ ભૂમિકામાં.
દેશભરમાં 140 કર્મચારીઓ સાથે તાજેતરમાં ભરતીના તબક્કામાં ક્રિષ્નાગિરી, કોલાર, દેહરાદૂન અને સીતાપુર જેવા ટિઅર 2 અને 3 નગરોમાંથી નવી ભરતી થઈ હતી.
કંપનીએ તાજેતરમાં કરેલી ભરતી પર ઇન્સ્ટામોજોના સહ-સ્થાપક અને સીઓઓ આકાશ ગેહાનીએ કહ્યું હતું કે,“રોગચાળાથી વિવિધ પ્રકારના પડકારો ઊભા થયા છે, જેની અર્થતંત્રની સાથે ભારતીય ઉદ્યોગજગત પર અસર થઈ છે. ભૌગોલિક સ્થળો અંતરાયરૂપ રહ્યાં નહોતા અને તમામ કંપનીઓમાં કોવિડ-19માં કામ કરવાની રીતોમાં ફેરફાર થયો હોવાથી ભરતી કરવાની પ્રક્રિયામાં પણ 360 ડિગ્રી પરિવર્તન જોવા મળ્યું હતું.
ઉમેદવારોની ભરતી અને ઓન-બોર્ડ લેવાની પ્રક્રિયા વર્ચ્યુઅલ થઈ હતી. જ્યારે એનાથી અમને યોગ્ય ઉમેદવારો સુધી પહોંચવામાં મદદ મળી હતી, ત્યારે નવી ભરતી કરાયેલા કર્મચારીઓને તેમના મૂળ શહેરોમાં કામ કરવાનો અને કંપનીમાં પ્રદાન કરવાનો લાભ મળ્યો હતો. હાલ આશરે 140 કર્મચારીઓ સાથે અમે સારો સ્ટાફ ધરાવીએ છીએ અને ત્રિમાસિક ગાળાના અંતે કર્મચારીઓની કુલ સંખ્યા આશરે 160 કરવાનો ઉદ્દેશ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,“જ્યારે હાલ કામ કરવાની ફ્લેક્સિબિલિટી આવશ્યક છે, ત્યારે કર્મચારીઓ કાર્ય અને જીવન વચ્ચે સંતુલન જાળવવાનાં વિકલ્પો શોધી રહ્યાં છે. ઇન્સ્ટામોજોમાં કાયમ માટે વર્ક-ફ્રોમ-હોમની અનુકૂળતા પ્રસ્તુત કરવાની સાથે અમે કોઈ પણ જગ્યાએથી કામ કરવાની અમારી નીતિ જાળવવાની યોજના ધરાવીએ છીએ. વળી તમામ કર્મચારીઓ માટે અમારી ઓફિસ સ્પેસનો ઉપયોગ કરવાની પણ છૂટ છે.”
ઝડપથી ડિજિટલ સ્વીકાર્યતા સાથે ઇન્સ્ટામોજો સૂક્ષ્મ કે અતિ નાનાં વ્યવસાયોને ડિજિટલ રીતે સ્વતંત્ર ઉદ્યોગસાહસિકો બનાવવાનો ઉદ્દેશ પર અગ્રેસર છે. રોગચાળા દરમિયાન કંપનીએ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહેલા લઘુ વ્યવસાયોની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા કેટલાંક ઉત્પાદનો પ્રસ્તુત કર્યા હતા અને પરિણામે વેપારીઓની સંખ્યામાં 25 ટકાની રેકોર્ડ વૃદ્ધિ થઈ છે.
તાજેતરમાં ઇન્સ્ટામોજોએ વ્યવસાયનું વિસ્તરણ કરવા અને વિદેશી બજારોમાં પ્રવેશ કરવા પ્રી-સીરિઝ સી ફંડિંગમાં ભંડોળ ઊભું કર્યું હતું.