ઇન્સ્ટામોજોએ મનોરંજન સ્ટાર્ટઅપ શૉમેનને એક્વિહાયર કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Instamojo-founders.png)
એક્વિહાયર ઇન્સ્ટામોજોમાં પ્રોડક્ટ અને રિસર્ચ ટીમને મજબૂત કરશે
બેંગાલુરુ, એમએસએમઈ માટે સંપૂર્ણ સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્સ્ટામોજોએ આજે બેંગાલુરુ-સ્થિત વર્ચ્યુઅલ થિયેટર અને પ્રાદેશિક કન્ટેન્ટ પ્લેટફોર્મ શૉમેનનું એક્વિહાયર કરવાની જાહેરાત કરી હતી, જે એનું સૌપ્રથમ એક્વિહાયર છે. એક્વિહાયર શૉમેનની સ્થાપક સભ્યોની ટીમને બોર્ડ પર લાવશે. જ્યારે શૉમેનના સહ-સ્થાપક અને સીઇઓ ક્ષિતિજ ભાટવડેકર ઇન્સ્ટામોજોમાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાશે, ત્યારે શૉમેનના સહ-સ્થાપક અને સીઓઓ રુત્વીઝ રુપમ રાઉત યુઝર રિસર્ચ મેનેજર તરીકે જોડાશે.
ભારતીય એમએસએમઈ ક્ષેત્રને સક્ષમ બનાવવા માટે કાર્યરત ઇન્સ્ટામોજો પ્લેટફોર્મ ડિજિટલ સ્વતંત્રતા હાંસલ કરવા લઘુ વ્યવસાયોને સક્ષમ બનાવે એવા ઉત્પાદનો અને સોલ્યુશનો ઓફર કરે છે. રોગચાળા દરમિયાન કંપનીએ અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષરત લઘુ વ્યવસાયોની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા કેટલાંક ઉત્પાદનો પ્રસ્તુત કર્યા હતા અને એના પરિણામે એના મર્ચન્ટ બેઝમાં 25 ટકાની વૃદ્ધિ થઈ હતી.
ગયા વર્ષની શરૂઆતમાં કંપનીએ ટાઇમ્સ ઇન્ટરનેટનું પીઠબળ ધરાવતી ઇ-કોમર્સ અનેબ્લમેન્ટ કંપની ગેટમીએશોપ (જીએમએએસ) એક્વાયર કરી હતી અને વર્ષ 2020ના અંતે ફંડિંગનો પ્રી-સીરિઝ સી રાઉન્ડ પૂર્ણ કર્યો હતો.
કંપનીના સૌપ્રથમ એક્વિહાયર પર ઇન્સ્ટામોજોના સહ-સ્થાપક અને સીઓઓ આકાશ ગેહાનીએ કહ્યું હતું કે, “શૉમેનનું એક્વિહાયર ઇન્સ્ટામોજો માટે સૌપ્રથમ છે અને જ્યારે કંપની આગામી સ્તર તરફ અગ્રેસર છે, ત્યારે આ એક્વિહાયર થયું છે. અમને ક્ષિતિજ અને રુત્વીઝ બંનેને અમારી ટીમમાં સામેલ કરવાની ખુશી છે,
જેઓ તેમના ઉદ્યોગસાહસિકતાના જુસ્સા સાથે પ્રોડક્ટ અને કન્ઝ્યુમર સ્પેસમાં તેમની કુશળતા અને જાણકારી લાવશે. આ એક્વિહાયર ઇન્સ્ટામોજોને એની પ્રોડક્ટ અને ટેક ક્ષમતાને મજબૂત કરવામાં મદદરૂપ થશે, કારણ કે અમે વિવિધ કેટેગરીઓમાં ઇનોવેટ કરવાનું અને એમએસએમઈને તેમનો વ્યવસાય ઓનલાઇન શરૂ કરવા માટે સૌથી વિશ્વસનિય પ્લેટફોર્મ બનવાના અમારા વિઝનને સાકાર કરવાનું જાળવી રાખીશું.”
વર્ષ 2019માં સ્થાપિત શૉમેન વર્ચ્યુઅલ થિયેટર ઓપરેટ કરે છે, જે યુઝર્સને ઓનલાઇન મૂવી ટિકિટ ખરીદવા અને તેમના ઘરની સુવિધા સાથે માણવા સક્ષમ બનાવે છે. કંપનીએ તાજેતરમાં 73.2 ટકાની ચક્રવર્તી માસિક વૃદ્ધિ કરી છે અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં 30 મિલિયન ડોલરના મૂવી કોન્ટ્રાક્ટ્સ માટે વાટાઘાટો કરી છે.
ઇન્સ્ટામોજોમાં સામેલ થવા પર શૉમેનના સ્થાપક ક્ષિતિજ ભાટવડેકરે કહ્યું હતું કે, “મનોરંજન-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે અમને ભારતના યુઝર્સ વિશે સારી સમજણ ધરાવીએ છીએ. જ્યારે અમે ઇન્સ્ટામોજો સાથે વાત કરી હતી હતી, ત્યારે અમને અહેસાસ થયો હતો કે, અમારી જાણકારી ભારતના એમએસએમઈ સ્પેસ માટે વાસ્તવિક અસર લાવી શકે છે.
રુત્વીજ અને હું બંને ઇન્સ્ટામોજો સાથે અમારી સફરના આ નવા તબક્કાની શરૂઆત કરવા આતુર અને રોમાંચિત છીએ. અમે પેશન કનેક્ટની ટીમના પણ આભારી છીએ, જેણે અમને ઇન્સ્ટામોજોની ટીમ સાથે જોડાણ કરી આપ્યું હતું અને શ્રેષ્ઠ રીતે એક્વિઝિશનની સંપૂર્ણ પ્રક્રિયામાં મદદ કરી હતી.”
બ્લૂમ વેન્ચર્સ દ્વારા ઇન્ક્યુબેટ એચઆર એડવાઇઝરી યુનિટ પેશન કનેક્ટે આ એક્વિહાયરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સનમ રાવલના નેતૃત્વમાં પેશન કનેક્ટ તેમના 110+ પોર્ટફોલિયો સ્ટાર્ટઅપ્સ માટે પરફેક્ટ એમ્પ્લોયી-એમ્પ્લોયર શોધવા ઇનોવેટિવ હાયરિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે. સ્વાતિ ગુપ્તાના નેતૃત્વમાં એક્વિહાયરિંગ વર્ટિકલ આ પ્રકારની એક ટેકનિક છે.
પેશન કનેક્ટના લીડ ટેલેન્ટ એડવાઇઝર સનમ રાવલ અને પેશન કનેક્ટના લીડ એક્વિહાયરિંગ સ્વાતિ ગુપ્તાએ કહ્યું હતું કે, “જ્યારે અમે પહેલીવાર ક્ષિતિજ સાથે વાત કરી હતી, ત્યારે અમે ભારતના લોકોની વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરવાનો ઉત્સાહ જોયો હતો.
જ્યારે શૉમેન શ્રેષ્ઠ પ્રોડક્ટ હતી, ત્યારે અમને તેમની પ્રતિભા પસંદ આવી હતી અને અમે તેમના વિઝનમાં સંભવિતતા જોઈ હતી. અમે બ્લૂમ વેન્ચર્સ પોર્ટફોલિયો કંપનીઓમાં સારી સમજણ ધરાવતા હોવાથી અમારું માનવું હતું કે, ઇન્સ્ટામોજો ટીમ માટે જે ઇચ્છે છે એ આ જ પ્રતિભા અને સંભવિતતા છે.
એક વાર અમે ક્ષિતિજનો ઇન્સ્ટામોજોના સહસ્થાપક આકાશ સાથે પરિચય કરાવ્યો પછી પાછું વળીને જોયું નથી! અમે બંને ટીમને લાખો ભારતીયોના જીવનમાં સકારાત્મક અસર કરે એવા ઉત્પાદનો બનાવવાના તેમના લક્ષ્યાંકોમાં સફળતા મળે એવી શુભેચ્છા પાઠવીએ છીએ.”