Western Times News

Gujarati News

ઇમરાનનું દર્દ છલકાયું : કામ કરવા કલાઇમેટ ચેંટ સમિતિમાં આમંત્રણ નહીં

નવીદિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકા દ્વારા આયોજિત કરવામાં આવેલ જળવાયુ પરિવર્તન સંમેલનમાં પાકિસ્તાનને આમંત્રણ ન મળવા પર નારાજગી વ્યકત કરી છે તેને લઇ તેનું દર્દ ટ્‌વીટર પર છલકાયુ છે અને તેમણે આ દર્દને સિલસિલેવાર રીતે પોતાના પોસ્ટમાં વ્યકત કર્યું છે તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે આ વાતથી આશ્ચર્ય છે કે પાકિસ્તાનને જળવાયુ પરિવર્તનમાં હિસ્સો લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા નથી જયારે પાકિસ્તાન જળવાયુ પરિવર્તનને લઇ સતત વર્ષોથી કામ કરી રહ્યું છે. એટલું જ નહીં દેશ અને દુનિયાએ તેના આ પ્રયાસોની ફકત પ્રશંસા કરી છે એટલું જ નહીં તેનો સ્વીકાર પણ કર્યો છે. પાકિસ્તાન આ ક્ષેત્રથી જાેડાયેલ પોતાના અનુભવોને કોઇની સાથે પણ શેર કરવા તૈયાર છે.

ઇમરાને ટ્‌વીટર પર લખેલ પોસ્ટમાં કહ્યું છે કે તેમની સરકારે જળવાયુ પરિવર્તનના રાહમાં અનેક કામ કર્યું છે તેમણે લખ્યું છે કે અમેરિકી નિર્ણય બાદ પાકિસ્તાનમાં સતત અવાજ ઉઠી રહ્યાં છે જેથી તે પરેશાન છે. તેમની સરકારની પર્યાવરણ નીતિ અમારી પોતાની આવનારી પેઢીઓ પ્રત્યે તેમની પ્રતિબધ્ધતાને જ પ્રદર્શિત કરે છે. પાકિસ્તાનની સરકાર જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઓછું કરવા અને ગ્રીન પાકિસ્તાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે પોતાના એક ટ્‌વીટમાં લખ્યું છે કે ગ્રીન પાકિસ્તાનની પહેલ હેઠળ સરકારે દેશભરમાં ૧૦ કરોડ પેડ લગાવવા પ્રકૃતિ આધારિત સમાધાન નદીઓની સફાઇની શરૂઆત કરી છે.

એ યાદ રહે કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને ૨૨-૨૩ એપ્રિલે જળવાયુ પરિવર્તન સંમેલનને આયોજીત કરી છે તેમાં દુનિયાના લગભગ ૪૦ દેશોને આમંત્રિત કર્યા છે જળવાયુ પરિવર્તન માટે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા નિયુકત વિશેષ દુત જાેન કેરી હાલમાં ત્રણ એશિયાઇ દેશોની યાત્રા પર છે.તેઓ સંયુકત આરબ અમીરાત ભારત અને બાંગ્લાદેશનો પ્રવાસ કરનાર છે. કેરી આ યાત્રામાં પણ પાકિસ્તાન જશે નહીં અમેરિકી વિદેશ વિભાગે આ અઠવાડીયાની શરૂઆતમાં કહ્યું હતું કે તે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર પાકિસ્તાનની સાથે વિવિધ સ્તરો પર કામ કરવા માટે તૈયાર છે આમ છતાં પાકિસ્તાનને સંમેલનમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.