ઇમરાને અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે ફરી કાશ્મીર રાગ આલાપ્યો
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ટ્રમ્પ સાથેની વાતચીતમાં ફરી કાશ્મીર રાગ આલાપ્યો. પાકિસ્તાનના પ્રધાનંત્રી ઇમરાન ખાને એ વાત પર ભાર મુક્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ સમાધાનના પ્રયત્નો જારી રાખવા જોઇએ. આ દરમિયાન ટ્રમ્પ દ્વારા કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થાની રજૂઆતની ઇમરાન ખાને પ્રશંસા કરી હતી.
ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને જમ્મૂ-કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યાં. ઇમરાન ખાને ભાર પૂર્વક કહ્યુંકે ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મૂ-કાશ્મીર વિવાદ પર શાંતિપૂર્ણ સમાધાન માટેના પ્રયાસો જારી રાખવા જોઇએ. વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં થયેલી વાતચીતને યાદ કરતાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને વધારવા પર સમજૂતિ વ્યકત કરી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અમેરિકમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી ત્યારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરી હતી.