ઇમરાન ખાનની નજીકના જનરલ અસીમ બાજવાનું રાજીનામુ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક મોટા ઘટનાક્રમમાં વડાપ્રધાન ઇમરાન ખાનની નજીકના જનરલ અસીમ સલીમ બાજવાએ વડાપ્રધાનના સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધુ છે અબજાે રૂપિયાના ભ્રષ્ટાચારના ઘટસ્ફોટ થયા બાદ બાજવાએ રાજીનામુ આપ્યું છે જનરલ બાજવા પર ચાર દેશોમાં ૯૯ અને પાપા જહોન પિઝાની રેસ્ટોરન્ટની ૧૩૩ કંપનીઓ બનાવવાનો આરોપ છે.જનરલ બાજવા પર પાકિસ્તાન સૈન્ય અને ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના પ્રમુખ પદ સંભાળતા અબજાે રૂપિયાના કૌભાંડનો આરોપ છે જાે કે બાજવાએ આળરે ૬૦ અબજ ડોલરની સીપીઇસી પ્રોજેકટના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પત્રકારે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેને બાજવાએ ધમકી આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આખરે તેમને સર્વાગી દબાણ બાદ રાજીનામુ આપવું પડયું હતું પાકિસ્તાન સૈન્યના પ્રવકતા રહી ચુકેલા અસીમ બાજવાએ કહ્યું કે તેઓએ રાજીનામુ વડાપ્રધાનને સોંપ્યુ છે સુત્રોના જણાવ્યા અનુસાર બાજવા અને તેના પરિવારનું આ આર્થિક સામ્રાજય ચાર દેશોમાં ફેલાયેલુ છે જયારે ફેકટ ફોકસ વેબસાઇએ આ મોટો ખુલાસો કર્યો ત્યારે તેની વેબસાઇટ પોતે જ થોડા સમય માટે હેક થઇ ગઇ હતી જાે કે પછીથી તેમાં સુધારણા કરવામાં આવી હતી.
અસીમા બાજવાના ભાઇ નદીમ બાજવાએ પિઝા રેસ્ટોરન્ટમાં ડિલિવરી ડ્રાઇવર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી આજે તેના ભાઇઓ અને અસીમ બાજવાની પત્ની ૯૯ કંપનીઓ ધરાવે છે તેમની પાસે પીઝા કંપનીની ૧૩૩ રેસ્ટોરાં છે જેની કિંમત લગભગ ૪ કરોડ ડોલર છે આ ૯૯ કંપનીઓમાં ૬૬ મુખ્ય કંપનીઓ અને ૩૩ શાખા કંપનીઓ છે બાજવાના પરિવારને પાંચ કરોડ ૨૨ લાખ ડોલર તેમના વ્યવસાયને વિકસાવવામાં માટે ખર્ચર્ છે અને યુએસમાં સંપત્તિ ખરીદવા માટે ૪૫ લાખ ડોલર ખર્ચ કર્યા છે.HS