ઇમરાન ખાને મનમોહન સિંહની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી

નવીદિલ્હી: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કોરોના વાયરસથી સંક્રમિત ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે, જે હાલમાં અખિલ ભારતીય આયુરવિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ) માં દાખલ છે. આપને જણાવી દઈએ કે ૮૮ વર્ષિય મનમોહન સિંહને સોમવારે હળવા તાવ સાથે દિલ્હીના એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ કોવિડ -૧૯ કેન્દ્ર તરીકે કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં, કોરોના વાયરસના ચેપમાંથી સ્વસ્થ થતાં ઇમરાન ખાને ટિ્વટ કર્યું હતું કે, ‘હું કામના છું કે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ જલ્દી કોવિડ -૧૯ માંથી બહાર આવે.’ નોંધનીય છે કે પૂર્વ વડા પ્રધાને એન્ટી કોરોના રસીના બંને ડોઝ લીધા છે.
આ અગાઉ પીએમ મોદી સહિત દેશની તમામ અગ્રણી રાજકીય હસ્તીઓએ મનમોહન સિંહની સ્વસ્થતાની શુભેચ્છા પાઠવી હતી.સોનિયા ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતું કે “મને સાંભળીને ખુબ ચિંતા થઇ કે મનમોહન સિંહ અસ્વસ્થ છે અને હોસ્પિટલમાં દાખલ છે. કોંગ્રેસના તમામ લોકો વતી, હું કામના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઇ જાય.નાણામંત્રી ર્નિમલા સીતારામને પણ મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું કે, “પ્રિય મનમોહન સિંહ જી, તમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ.”પ્રિયંકાએ કહ્યું,” મારી પ્રાર્થનાઓ મનમોહન સિંહ જી અને તેમના પરિવાર સાથે છે, કામના કરું છું કે તે આ મુશ્કેલી સામે લડશે અને જલ્દી સ્વસ્થ થઈ જશે.