ઇમરાન સરકારના બે વર્ષની ઉપલબ્ધી: દેવામાં ગળાડુબ પાકિસ્તાન
નવીદિલ્હી, પાકિસ્તાની ઇમરાન ખાન સરકારને આજે બે વર્ષ પુરા થયા છે.નવા પાકિસ્તાનનું સુત્ર આપી સત્તાની ગાદી પર બેસનાર ઇમરાન ખાન આ બે વર્ષોમાં જે કરી શકયા છે તે ત્યાંની સરકારી આંકડામાં નોંધાયેલ છે આ બે વર્ષ ત્યાંની પ્રજાએ દેવાનો બોજ હેઠળ ઝુકેલ એક નવું પાકિસ્તાન હાંસલ કર્યું છે પાકિસ્તાનના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાંકીય વર્ષ૨૦૧૮ના અંત સુધી દેશના ઉપર કુલ દેવું અને દેનદારી લગભગ ૩૦ ખબર રૂપિયા કરી હતી જે સપ્ટેમ્બર ૨૦૧૯માં વધી લગભગ ૪૨ ખરબ થઇ ગઇ હતી તેના જણાવ્યા અનુસાર ૧૫ મહીના દરમિયાન જ દેશ પર દેવાનો ભાર લગભગ ૩૯ ટકા સુધી વધી ગયો છે.
ઇમરાન સરકારના દાવે અને વચનોની જ વાત કરીએ તો ત્યાંની સ્થાનીક મીડિયા અને પ્રતિષ્ઠિત અખબાર ધ ડોનના જણાવ્યા અનુસાર આ બે વર્ષોમાં ઇમરાન ખાને પોતાના ફકત એક વચને પુરૂ કર્યું છે અને પાંચ લગભગ પુરા થવાના કિનારે છે અને ૩૭ ચાલી રહગ્યાં છે આઠ એવા છે જેના પર અત્યાર સુધી કામ પણ શરૂ થયું નથી એ યાદ રહે કે જે એક વચન ઇમરાન ખાને આ બે વર્ષમાં પુરૂ કર્યું છે તે છે ભ્રષ્ટ્રાચારને રોકવા માટે બનાવેલ સ્પેશલ ટાસ્ક ફોર્સનું આ ઉપરાંત લોકોને સસ્તુ મકાન આપવાનું વચન વિદેશોમાં વસેલા પાકિસ્તાનીઓને મત આપવાનો અધિકાર અને સેવા ઉપલબ્ધ કરાવવાનું વચન લધુમતિઓના અધિકારોનું વચન પોલીસ સુધારનું વચન અને અપરાધને ઓછું કરવાનું વચન સરકાર અનુસાર ખુબ હદ સુધી પુરૂ કરવામાં આવી ચુકયા છે.
આ ઉપરાંત મદરસા સ્કીમને લાગુ કરવાનું વચન શારિરીક રીતે વિકલાંગ લોકો માટે ઘર આપવાનું વચન સ્થાનિક સરકારોમાં વધુ પબ્લિક બોડીઝમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભાગીદારી કરાંચીમાં પાણી માફીયાને ખતમ કરવાનું વચન મહિલાઓ માટે જેલ જુવેનાઇલ ડિટેંશન સેંટરની રચનાનું વચનોની હજુ શરૂઆત પણ થઇ નથી પાકિસ્તાનની સરકાર ઇમરાન ખાનના આ રિપોર્ટ કાર્ડ પર પોતાની પીઠ થાબડી રહી છે સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના નાણાં મંત્રી હાફિઝ શેખનું કહેવુ છે કે દુનિયાના તટસ્થ દેશ અને ઓબ્ઝરવર એ વાતને માને છે કે વૈશ્વિક કોવિડ ૧૯ મહામારી બાદ પણ પાકિસ્તાન અર્થ વ્યવસ્થાએ આ બે વર્ષો દરમિયાન વિકાસ કર્યો છે.HS