ઇમરાન હાશ્મીનું નવું ગીત ચર્ચામાં, ગીત વાયરલ થયું
મુંબઈ: ઇમરાન હાશ્મીનું નવું રોમેન્ટિક ગીત ‘લૂટ ગયે રિલીઝ થઈ ગયું છે. આ અંગે જાણકારી તેમણે પહેલેથી જ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને જાણ કરી દીધી હતી. આ ગીત રિલીઝ થયાના એક કલાકમાં લગભગ ૫ લાખ વખત જાેવામાં આવ્યું છે. બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની લાંબા સમયથી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી.
પરંતુ તે પોતાના ચાહકોમાં પોતાની ઉપસ્થિતી દાખવી રહ્યો છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એક નવા મ્યુઝિક વીડિયો વિશે જણાવ્યું હતું, જે આજે રિલીઝ થઈ ચૂક્યો છે. તેના આ નવા રોમેન્ટિક ગીતનું નામ છે લૂટ ગયે.
અભિનેતાએ પ્રશંસકોને રિલીઝ ડેટ વિશે પહેલેથી જ માહિતી આપી દીધી હતી. ગીતમાં તમે તેનો રોમેન્ટિક અંદાજ જાેઈ શકો છો. સંગીત ખૂબ સારું છે. યુવાનોને આ ગીત ખરેખર પસંદ આવશે. મ્યુઝિક વિડીયોમાં યુક્તિ થરેજા ઇમરાનની સાથે નજર આવી રહી છે. આ ગીત ઝુબીન નૌટિયાલે ગાયું છે, તો તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું છે, જ્યારે મનોજ મુંતાશિરે ગીત લખ્યું છે.
તમે આ ગીત યુટ્યુબ અથવા ટી-સીરીઝના ઓફિશિયલ એકાઉન્ટ પર જઈને સાંભળી શકો છો. રાધિકા રાવ અને વિનય સપ્રુએ આ ગીતનું નિર્દેશન કર્યું છે. આ ગીત રિલીઝ થયાના એક કલાકમાં જ ૫ લાખ વખત જાેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ઇમરાન હાશ્મીએ અગાઉ આ નવા ગીતના રિલીઝ વિશે તેના ચાહકોને કહ્યું હતું. ત્યારબાદથી ચાહકો આ ગીતની રીલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યાં હતા.
શરૂઆતમાં ઈમરાન હાશ્મીએ તેના સોશિયલ મીડિયા પર આ ગીતનું પોસ્ટર શેર કર્યું હતું. કામની વાત કરવામાં આવે તો ઇમરાન હાશ્મી ટૂંક સમયમાં ફિલ્મ ‘ચેહરે’ માં જાેવા મળશે. આ ઉપરાંત સમાચાર છે કે ઈમરાન ‘ટાઇગર ૩’ માં વિલનની ભૂમિકા નિભાવતો જાેવા મળશે. તેને છેલ્લે ફિલ્મ ‘વાય ચીટ ઈન્ડિયા’માં જાેવામાં આવ્યો હતો. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.