Western Times News

Gujarati News

ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ સાથે જોડાણમાં ભારતમાં નર્સો માટે ‘કોવિડ વોરિયર અપસ્કિલિંગ પ્રોગ્રામ’ શરૂ કર્યો

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને કેટલીક અગ્રણી સંસ્થાઓએ ઇમ્પેક્ટ, ટેકનોલોજી અને નોલેજ પાર્ટનર્સ તરીકે પ્રદાન કરશે

ઇન્ટરનેશનલ નર્સીસ ડેની ઉજવણી કરવા હેલ્થકેરને વાજબી અને સર્વસુલભ બનાવવાના ઉદ્દેશ સાથે રચાયેલી સેવાભાવી સંસ્થા ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશને અપોલો ગ્રૂપે આજે કોવિડ વોરિયર અપ-સ્કિલિંગ પ્રોગ્રામ “ANGEL” #ThankANurse’ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. ANGEL એટલે એડવાન્સ નર્સીસ ગ્રોથ એક્સલન્સ એન્ડ લર્નિંગ.

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ ફાઇન્ડિંગ સર્કલની લીડ મેમ્બર અને પ્રિન્સિપલ ડોનર છે. અન્ય કેટલાંક પાર્ટનર્સમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયા, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી), એમિટી યુનિવર્સિટી, આઇસીએફએઆઈ યુનિવર્સિટી, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (આઇએનસી),

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સામેલ છે અને અન્ય સંસ્થાઓ ઇમ્પેક્ટ અને નોલેજ પાર્ટનર્સ તરીકે કામ કરશે. ટાટા સ્ટીલ ફાઉન્ડેશન, જે ઝારખંડ અને ઓડિશાના અંતરિયાળ વિસ્તારોમાંથી યુવા પેઢી સાથે કામ કરે છે અને તેમને સમગ્ર ભારતમાં નર્સિંગ વ્યવસાયમાં રોજગારી આપે છે, એ તેમની કુશળતા વધારવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે.

કોવિડ વોરિયર અપ-સ્કિલિંગ પ્રોગ્રામ “ANGEL” #ThankANurse’ એક પ્રકારનો સામાજિક અસર પ્રોજેક્ટ છે, જે નર્સોના પ્રદાનને માન્યતા આપશે, તેમની કારકિર્દીની પ્રગતિને નવેસરથી પરિભાષિત કરશે તેમજ તેમને નૈદાનિક, મેનેજમેન્ટ, સંશોધન અને નર્સિંગ વ્યવસાયના અન્ય મુખ્ય પાસાઓમાં સફળતા મેળવવા અને વૃદ્ધિ કરવા સક્ષમ બનાવશે.

આ પહેલનો ઉદ્દેશ પ્રોગ્રામના સમયગાળા દરમિયાન અદ્યતન કુશળતાઓની તાલીમ આપવા શિષ્યાવૃત્તિ માટે નર્સદીઠ રૂ. 50,000 સુધીનું રોકાણ કરવાની કટિબદ્ધતા સાથે આગામી થોડા વર્ષોમાં સમગ્ર ભારતમાં 1,00,000 નર્સોની કુશળતા વધારવાનો છે. આ પહેલનો અન્ય ઉદ્દેશ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સ્કિલિંગ અને સેવાભાવી પાર્ટનર્સ સાથે જોડાણમાં ભારતમાં તમામ નર્સો માટે ફ્રી કન્ટેન્ટ અને ટ્રેનિંગ પ્રદાન કરવાનો પણ છે. અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ આ પહેલ દ્વારા ઓછામાં ઓછી 1,000 નર્સોની કુશળતા વધારવા પ્રતિબદ્ધ છે.

પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં કોવિડ સાથે સંબંધિત નૈદાનિક, જાહેર આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે નર્સોને વધારે જીવન બચાવવા સક્ષમ બનાવશે. બીજા તબક્કામાં નર્સિંગ વર્કફોર્સ સમુદાયની સઘન તાલીમ અને અપસ્કિલિંગ પૂરી પાડવામાં આવશે,

જેથી નર્સો હેલ્થકેરની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનશે તેમજ એમાં મુખ્ય છ પાસાં આવરી લેવામાં આવશે – ક્લિનિકલ પ્રેક્ટિસ, લીડરશિપ ટ્રેનિંગ, મેડટેક, રિસર્ચ, ઇન્ટરનેશનલ નર્સિંગ મોલ્સ અને નર્સ પ્રેક્ટિશનર. આ પ્રોગ્રામને મજબૂત વહીવટી માળખા દ્વારા મોડરેટ કરવામાં આવશે અને પ્રતિબદ્ધ વહીવટી માળખું ધરાવશે

તેમજ ટેકનોલોજી અમલ, શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, કૌશલ્ય સંવર્ધન માટે અલગ સ્ટીઅરિંગ કમિટી હશે તેમજ નર્સિંગ સલાહકાર બોર્ડ હશે, જેમાં કોર્પોરેટ અને હેલ્થકેર ઇકોસિસ્ટમના પ્રસિદ્ધ લોકો સામેલ હશે, જે વાજબી અને અસરકારક સામાજિક અસર સુનિશ્ચિત કરશે. આ પ્રકારનું વહીવટી માળખું સુનિશ્ચિત કરશે કે પ્રોગ્રામનું ઓડિટિંગ ઊભા કરેલા ફંડના ઉપયોગ અને વહેંચણીના સંબંધમાં વ્યવસાયિક અને સ્વતંત્ર રિવ્યૂ પાર્ટનર્સ દ્વારા થાય.

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન અને કોવિડ વોરિયર અપ-સ્કિલિંગ પ્રોગ્રામ “ANGEL” #ThankANurse’ના પેટ્રન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “મહામારીએ અભૂતપૂર્વ રીતે નર્સનું મહત્વ સમજાવ્યું છે. તેઓ કોવિડ સામેની લડાઈમાં મોખરે છે અને જીવન બચાવવામાં મોટું પ્રદાન કરે છે. તેઓ તમામ ત્યાગ વચ્ચે અનસંગ હીરો તરીકે જળવાઈ રહ્યાં છે.

અમારો પ્રયાસ આપણી નર્સોને વધારે પ્રતિભાવંત બનાવવા અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આ અપ-સ્કિલિંગ પહેલમાં સહભાગી બનાવીને આપણો આભાર વ્યક્ત કરવાનો છે. પ્રોગ્રામ હેલ્થકેરની બદલાતી સ્થિતિમાં સતત સારસંભાળ પ્રદાન કરીને તેમની ભૂમિકાને વધારી વધુ સંખ્યામાં નર્સોને તૈયાર કરશે.”

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “નર્સો સૌથી મોટી ફ્રન્ટ-લાઇન હેલ્થકેર વર્કફોર્સ છે અને કોવિડ-19 સામેની લડાઈમાં મુખ્ય સ્ટેકહોલ્ડર છે. અપસ્કિલિંગ પ્રોગ્રામ કારકિર્દીને પ્રસ્તુત કુશળતાઓ નર્સિંગ વર્કફોર્સને પ્રદાન કરશે તેમજ એવી જાણકારી આપશે,

જે તેમના વ્યવસાયિક વિકાસમાં મદદ કરશે તેમજ દર્દીઓમાં વધારે સારાં પરિણામો લાવશે. આ નર્સોને તેમનું શિક્ષણ જાળવી રાખવાની વિશિષ્ટ તક આપશે અને તેમની કારકિર્દીમાં પરિવર્તન લાવશે.”

ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ભારત સરકારના પૂર્વ-નર્સિંગ એડવાઇઝર ડૉ. ટી દિલીપ કુમારે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં નર્સોને વિવિધ ક્લિનિકલ સ્પેશ્યલાઇઝેશનમાં તેમની કારકિર્દીને આગળ વધારવા તાલીમ આપવા પર તેમજ તેમને નર્સ પ્રેક્ટિશનર તરીકે તાલીમ આપવા સતત ભાર મૂકવામાં આવ્યો છે,

જેથી તેઓ હેલ્થકેર ડિલિવરી સિસ્ટમમાં ટીમના સભ્ય તરીકે અસરકારક રીતે કામ કરી શકે. ANGEL પ્રોગ્રામ નર્સોની જાણકારી અને કુશળતા વધારવા માટે છે તેમજ આ પ્રોગ્રામ તેમને તેમની ભૂમિકા અને વળતર વધારવા સક્ષમ બનાવે છે. આ પહેલ ડબલ્યુએચઓના સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગ  (SOWN) રિપોર્ટ સાથે સુસંગત પણ છે, જેની થીમ નર્સિંગ એજ્યુકેશનમાં રોકાણ, પોઝિશન અને લીડરશિપ ઊભી કરવા રોકાણ છે.”

ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશનના સ્થાપક પિયૂષ જૈને કહ્યું હતું કે, “અમને આ પહેલ ફાઉન્ડિંગ સર્કલ મેમ્બર તરીકે ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થા અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ અને અન્ય પથપ્રદર્શક એકેડેમિક, સ્કિલિંગ અને કોર્પોરેટ પાર્ટનર્સ સાથે આ પહેલને ટેકો આપવાની ખુશી છે. અમે અમારા ANGELS અને નર્સોને સક્ષમ બનાવવા આ મિશનમાં સામેલ થવા કોર્પોરેટ, ફાઉન્ડેશન અને વ્યક્તિઓને આવકારીએ છીએ

તેમજ સીએસઆર અને ઓનલાઇન ગિવિંગ મારફતે આ ઉદ્દેશને ટેકો આપવા આપણા દેશની હેલ્થકેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ઇચ્છીએ છીએ. અમારો ઉદ્દેશ ભારત અને વિદેશમાં તમામ હેલ્થકેર સંસ્થાઓ અને હોસ્પિટલો, મેડિકલ એજ્યુકેશન અને સ્કિલિંગ ઇન્સ્ટિટ્યૂશન સાથે જોડાણ કરવાનો છે, જેથી આપણી નર્સોની કુશળતા વધી શકે અને તેમને કારકિર્દીમાં શ્રેષ્ઠ પરિણામો મળે, જેઓ કોવિડ સામેની આ લડાઈમાં મોટો ત્યાગ કરી રહી છે.”

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અનંત મહેશ્વરીએ કહ્યું હતું કે, “નર્સિંગ સમુદાયે દેશભરના લોકોના સ્વાથ્ય, સલામતી અને સુખાકારીને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમે સંશોધનો, સાધનો, વોઇસ અને સ્કિલ્સ સાથે ફ્રન્ટલાઇન હેલ્થકેર વ્યવસાયિકોના આ સમુદાયને ટેકો આપવા કટિબદ્ધ છીએ. તેમની કુશળતા સતત બદલાય છે

અને અત્યારે બદલાતી દુનિયામાં વધારે કુશળતાની જરૂર છે. માઇક્રોસોફ્ટને “ANGEL #ThankANurseUpskilling” પ્રોગ્રામને સપોર્ટ આપવાનું અને આપણા સન્માનને પાત્ર નર્સોને પરત કરવા અમારાથી શક્ય એટલું કરવાની ખુશી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.