ઇરફાનના જન્મદિવસે તમામ ચાહકોએ આપેલ શુભકામના
મુંબઇ, બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે જાણીતા રહેલા અભિનેતા ઇરફાન ખાન હોલિવુડમાં પણ સક્રિય રહ્યા છે. આજે તેમના જન્મદિવસે તમામ ચાહકોએ શુભકામના આપી હતી. ઇરફાને જુરાસિક વર્લ્ડ અને સ્પાઇડરમેન જેવી ફિલ્મમોમાં ભૂમિકા અદા કરી હતી. પોતાની ત્રણ દશકની કેરિયરમાં તે હજુ સુધી ૫૦થી વધારે ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. સાતમી જાન્યુઆરી ૧૯૬૬ના દિવસે જયપુરમાં તેમનો જન્મ થયો હતો.
છેલ્લા કેટલાક સમયથી પોતાના આરોગ્યના કારણે તે ચર્ચામાં રહ્યા હતો. ખુબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે તે હકીકતમાં ક્રિકેટર બનવા માટે ઇચ્છુક હતો. જો કે તે અભિનેતા બની ગયો હતો. તેની કેરિયરમાં શાનદાર દોર આવ્યો ત્યારે તે તે બિમાર થઇ ગયા હતા. હવે ઇરફાન પોતાની બીજી ઇનિગ્સને લઇને તૈયારીમાં છે. ઇરફાને વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ સલામ બોમ્બે ફિલ્મ મારફતે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. જો કે ઇરફાનને ઓળખ ૨૦૦૫માં મળી હતી.
ત્યારબાદ તેની કેટલીક શાનદાર ફિલ્મ આવી હતી. જેમાં લંચ બોક્સ , ગુન્ડે અને હૈદર જેવી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. તે પીકુ અને જુરાસિક વર્લ્ડ જેવી ફિલ્મમાં પણ કામ કરી ચુક્યો છે. તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ પાનસિંહ તોમરમાં તે ડાકુની ભૂમિકામાં નજરે પડ્યો હતો. એક એવા યુવાનની ભૂમિકા આ ફિલ્મમાં અદા કરી હતી જે ભુખ મિટાવવા માટે રેસ ટ્રેક પર દોડે છે. મદારી, લંચ બોક્સ પીકુ સહિતની ફિલ્મમાં પણ તેમની શાનદાર ભૂમિકા હતી. પાનસિંહ તોમરને કેટલાક એવોર્ડ પણ મળ્યા હતા. હોલિવુડની ફિલ્મોમા પણ તે પોતાની એક્ટિંગ કુશળતાની સાબિતી આપી ચુક્યા છે.