ઇરાનની નૌસેનાનું યુધ્ધ જહાજ રહસ્યમય સંજાેગોમાં ડૂબી ગયું
નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે દરિયાઈ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે ઈરાનની નૌસેનાનુ સૌથી મોટુ યુધ્ધ જહાજ રહસ્યમય સંજાેગોમાં ડુબી ગયુ છે.
ઓમાનની ખાડીમાં સર્જાયેલી આ દુર્ઘટનાના કારણની જાણકારી મળી નથી પણ ઈરાનની સમાચાર એજન્સીઓએ આ વાતને સમર્થન આપતા કહ્યુ છે કે, ખર્ગ નામના જહાજને બચાવવા માટે પ્રયત્નો કરાયા હતા પણ જહાજે આખરે જળસમાધિ લીધી હતી. જહાજનુ નામ ખર્ગ નામના ટાપુ પરથી રાખવામાં આવ્યુ હતુ. જ્યાં ઈરાનનુ મુખ્ય ઓઈલ ટર્મિનલ આવેલુ છે.
જાણકારી પ્રમાણે રાતે ૨.૨૫ વાગ્યે જહાજમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે જહાજની આગ બૂઝાવવા માટે ભારે પપ્રયત્નો કર્યા હતા. જાેકે ઈરાનના જસ્ક પોર્ટ નજીક જહાજ આખરે ડુબી ગયુ હતુ. આ જહાજમાંથી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા સાથેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જહાજના સૈનિકો લાઈફ જેકેટ પહેરીને દરિયામાં તરતા જાેવા મળી રહ્યા છે. જાેકે અમેરિકાએ તો ઈરાની મીડિયા આ અંગે ખુલાસો કરે તે પહેલા પોતાના સેટેલાઈટ થકી જહાજ ડુબવાની જાણકારી મેળવી લીધી હતી. આ જહાજ નૌસેનાની તાકાત વધારનાર ગણાતુ હતુ. તેના ડેક પર હેલિકોપ્ટર્સ લેન્ડિંગ પણ શક્ય હતુ. તેનુ નિર્માણ ૧૯૭૭માં બ્રિટનમાં થયુ હતુ. ૧૯૮૪માં તે નૌસેનામાં સામેલ કરાયુ હતુ. ઈરાને જહાજમાં આગ લાગવા પાછળનુ કારણ હજી સુધી જાહેર કર્યુ નથી.