ઇરાનમાં આવેલાં 5.7ની તીવ્રતાનાં ભૂકંપથી તુર્કીમાં 9નાં મોત
ઇસ્તંબુલ, ઇરાનનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં રવિવારે આવેલા 5.7 તિવ્રતાનાં ભુકંપથી પડોશી દેશ તુર્કીમાં લગભગ 9 લોકોનાં મોત થયા છે. જ્યારે સરહદની બંને બાજુે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે 37 લોકો ઘાયલ થયાનાં સમાચાર છે, જેમાં 9ની હાલત ગંભીર છે. તુર્કીની એક ન્યુઝ ચેનલે સરહદે આવેલા વાન પ્રાંતમાં ઘણાં મકાનો તુટી પડ્યાનાં સમાચાર પ્રસારીત કર્યા છે, રાજ્યપાલ મેહમેત ઇમિન વિલમેઝે કહ્યું કે હાલ કાટમાળ નીચે કોઇ દટાયા હોવાના સમાચાર નથી. અમેરિકાનાં ભૂગર્ભીય સર્વેક્ષણ મુજબ સવારે 9.23 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ઇરાનનાં ગામ હબાસ-એ- ઓલયાની પાસે આવેલું છે, તે સરહદેથી 10 કિલોમીટરનાં અંતરે છે.