ઇરાનમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો

તહેરાન, ઇરાનમાં આજે ભૂકંપનો ભારે આંચકો અનુભવાયો હતો આ ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી હતી ભૂકંપે પૂર્વોત્તર ઇરાનને ધ્રુજાવી દીધુ હતું રાજયની એક ટેલીવિઝન ચેનલે જણાવ્યું હું કે આ ભૂકંપમાં કોઇ પણ રીતના નુકસાનના કોઇ અહેવાલો નથી ભૂકંપનું કેન્દ્ર સાગાન શહેરના ૮ કિમીની ઉડાઇ પર હતુ આ શહેરમાં લગભગ ૧૦ હજાર લોકોની વસ્તી રહે છે તેની સીમા અફગાનિસ્તાનની પાસે છે આ ભૂકંપનો આંચકો લગભગ ૪.૨૯ કલાકે અનુભવાયો હતો. એ યાદ રહે કે ઇરાન એક ભૂકંપીય રીતે સક્રિય વિસ્તારમાં આવેલ છે અને સતત ભૂકંપોથી પીડિત રહે છે.ઇરાનના ઇતિહાસમાં સૌથી ઘાતક ભૂકંપ ૮૫૬ ઇસ્વીમાં આવ્યો હતો જેમાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો માર્યા ગયા હતાં.