ઇલિયાના ડિક્રુઝે બ્રેક અપ સંબંધમાં વિસ્તૃત વાત કરી
મુંબઇ, બોલિવુડની ખુબસુરત અભિનેત્રીઓમાં સ્થાન ધરાવનાર ઇલિયાના ડી ક્રુઝે હવે પ્રથમ વખત પોતાના બ્રેક અપને લઇને વિસ્તારપૂર્વક વાત કરી છે. આને લઇને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા અહેવાલ આવી રહ્યા હતા. ઇલિયાનાએ હવે બ્રેક અપને લઇને આખરે મૌન તોડીને વાત કરી છે. ઇલિયાનાએ અનુરાગ બાસુની ફિલ્મ બર્ફી મારફતે બોલિવુડમાં કેરિયરની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તેના બોયફ્રેન્ડ એન્ડ›ય નીબોન સાથે બ્રેક અપને લઇને હેવાલ આવી રહ્યા હતા. ઇલિયાએ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેનુ કહેવુ છે કે તે અંગત કોઇ વાત કરવા માટે ઇચ્છુક નથી. કારણ કે બંને વચ્ચે બ્રેક અપની સ્થિતિમાં થઇ ગઇ છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ઇલિયાના દ્વારા પોતાના અભિપ્રાય આપ્યા હતા. કારણ કે તેઓ હજુ સુધી મૌન હતી. કારણ કે બીજી વ્યક્તિની પ્રાઇવેસી પણ આવી રહી છે. ઇલિયાના ડીક્રુઝ કહે છે કે કોઇ વ્યક્તિની તમામ બાબતો જાહેર કરવાની બાબત યોગ્ય દેખાતી નથી. જ્યારે તમે રિલેશનશીપમાં હોય છે ત્યારે માત્ર બે લોકોની બાબતો હોય છે. કોઇ પણ બાબત જાહેર કરવાની સ્થિતિમાં મિડિયામાં તેમાં કેટલીક વખત ગેરમાર્ગે દોરાય તેવા અહેવાલ પણ મળે છે. તેનુ કહેવુ છે કે દરેક વ્યક્તિને તેમની પ્રાઇવેસીનુ સન્માન કરવુ જાઇએ. ઇલિયાનાએ કહ્યુ છે કે તેમને ટિકા ટિપ્પણી અને ટ્રોલ્સને લઇને વારંવાર અહેવાલ આવી રહ્યા છે. ઇલિયાના ડી ક્રુઝ હવે બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે પણ પહેલા કરતા વધારે આશાવાદી છે. ઇલિયાના ડિક્રુઝ બોલિવુડની સૌતઈ કુશળ અભિનેત્રી પૈકી એક તરીકે રહેલી છે. તે મોટા પડકારરૂપ રોલ કરવા ઇચ્છુક છે.