ઇલેક્ટ્રોથર્મ કાંડમાં CID ક્રાઇમને તપાસનો આદેશ
અમદાવાદ, ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના (Electrotherm India Limited) કરોડો રૂપિયાના કૌભાંડમાં અત્રેની ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના ચકચારભર્યા કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ A. Y. Dave સીઆઇડી ક્રાઇમને CID CRIME FIR નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો છે.
વધુમાં, કોર્ટે આ સમગ્ર કેસની તપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડની તપાસ કલમ-૫૬(૩) મુજબ, સીઆઇડી ક્રાઇમના પીઆઇ કક્ષાથી ઉચ્ચ કક્ષાના હોય તેવા ઉચ્ચ અધિકારી દ્વારા જ કરાવવા પણ તપાસનીશ એજન્સીને સ્પષ્ટ તાકીદ કરી છે. ઉપરાંત, આ કેસની તપાસ પૂર્ણ કરી ૯૦ દિવસમાં સમગ્ર રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે. બીજીબાજુ, ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના કરોડો રૂપિયાના કૌભાંડમાં હવે કંપનીના એમડી શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે એફઆઇઆર નોંધવાના ચીફ મેટ્રો કોર્ટના હુકમને પગલે જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.
ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી Mukesh Bhandari તરફથી કંપનીના એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી Shailesh Bhavarlal Bhandari અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના Western India Speciality Hopital Ltd. ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી Nagesh Bhavarlal Bhandari સહિતના અન્ય આરોપીઓ સામે એક ફરિયાદ કરાઇ હતી., જયારે ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી દ્વારા પણ કંપનીના એમડી શૈલેષ ભંડારી, સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.ના (Castle shine PTE Ltd.) ડાયરેકટર અશોક રામચંદલાલ ભંડારી, Ashok Ramchanlal Bhandari કલ્યાણ સુંદરમ મારન, એપલ કોમોડિટીઝ લિ.ના Apple comodities Ltd. ડાયરેકટર અશોક નરેન્દ્ર ગર્ગ, અંકિત ગર્ગ, નિશ્ચિલ જૈન સહિતના આરોપીઓ વિરૂધ્ધ બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરાઇ હતી.
આમ, કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદમાં ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઇલેકટ્રોથર્મના લિ.ના ફાઉન્ડર મુકેશભાઇ ભંડારીની બોગસ સહીઓ અને દસ્તાવેજા મારફતે કંપનીના એમડી શૈલેષ ભંડારી તથા નાગેશ ભંડારીએ તાન્ઝાનીયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા સેન્ટ્રલ બેંક ઓફ ઇÂન્ડયામાંથી રૂ.૪૮૦ કરોડની લોન ફેસિલિટી મેળવી લીધી હતી. કંપનીના ચેરમેન મુકેશભાઇ વિદેશમાં હોવાછતાં સંબંધિત દસ્તાવેજા અને ગેરેંટી ડીડમાં તેમની નોટરી રૂબરૂ ખોટી સહીઓ કરી દેવાઇ હતી.
સેન્ટ્રલ બેંકની મંજૂર થયેલી રૂ.૪૮૦ કરોડની લોનમાંથી આરોપીઓએ અન્ય બેંકોના રૂ.૨૮૦ કરોડના દેવા બારોબાર ભરી દીધા અને રૂ.૭૩.૫૦ કરોડ હોંગકોંગ બેઝ્ડ એપલ કોમોડિટીઝ લિ.માં અને બીજા કુલ રૂ.૨૫ કરોડ સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.માં લેટર ઓફ ક્રેડિટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાંકીય ભંડોળની ઉચાપત કરાઇ હતી. બીજીબાજુ, લોન ભરપાઇ નહી કરાતાં અને શરતોનો ભંગ થતાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા Central Bank of India દ્વારા શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઇએ આ કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ પણ રજૂ કર્યું હતું.