ઇવાંકા ટ્રંપે નરેન્દ્ર મોદીની તસવીર જારી કરી, ભારત અમેરિકી દોસ્તીનો ઉલ્લેખ કર્યો
વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાંકા ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પોતાની કેટલીક તલવીરો સોશલ મીડિયા પર શેર કરી છે હકીકતમાં વર્ષ ૨૦૧૭માં થયેલ ગ્લોબલ આંટ્રપ્રેન્યોપશિપ સમિટિને આજે પુરા ત્રણ વર્ષ પુરા થયા છે.જેમાં ભાગ લેવા માટે તે ભારત આવી હતી તેણે આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંચ સંયુકત કર્યો હતો તેમણે પોતાના ઇસ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તસવીર શેર કરતા બંન્ને દેશોની વચ્ચે દોસ્તીનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે તસવીરોની સાથે કેપ્શન લખ્યું જયાં સુધી દુનિયાભરમાં કોરોનાની વિરૂધ્ધ જંગ જારી છે આપણા દેશોનીની સુરક્ષાને લઇ આર્થિક સ્ટેબિલિટીને બનાવી રાખવામાં આ દોસ્તી પહેલાથી વધુ મહત્વપૂર્ણ છે.ભારત અને અમેરિકા વચ્ચેના રાજનીતિક સંબંધ ત્યારથી વધુ સારા થયા છે જયારથી ડોનાલ્ડ ટ્રંપે ભારતનો પ્રવાસ કરી નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં ભાગ લીધો એ યાદ રહે કે ભારત અને અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારા બે દેશો રહ્યો છે.
ઇવાંકાએ જે તસવીરોને ઇસ્ટાગ્રામ પર શેર કરી છે તે હૈદરાબાદમાં ગ્લોબલ એટરપ્રેન્યોરશિપ સમિટમાં કિલક કરવામાં આવી હતી જયાં તેણે નવેમ્બર ૨૦૧૭માં ૩૫૦ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું રાષ્ટ્રપતિ ટ્રંપની સલાહકાર ઇવાંકાએ ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી હતી તેમણે ભારતમાં ખાસ પરિવર્તનના વચનને લઇ મોદીની પ્રશંસા કરી હતી.HS