EVM વીવીપેટ લઇ ટીએમસી નેતાના ઘરે જનાર ચુંટણી અધિકારી સસ્પેંડ
કોલકતા: પશ્ચિમ બંગાળના ઉલુબેરિયામાં ટીએમસીના એક નેતાના ઘરમાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીન અને વીવીપેટ સ્લિપ મળી છે. ચુંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર સેકટર અધિકારી તપન સરકાર ઇવીએમ અને વીવીપેટને લઇ ટીએમસી નેતાના ઘરે ગયા હતાં મામલા સામે આવ્યા બાદ પંચે સેકટર અધિકારીને સસ્પેંડ કરી દીધા છે અને ઇવીએમ મશીનોના મતદાનની પ્રક્રિયાથી બહાર કરી દીધા છે. હાવડાની ઉલુબેરિયા ઉત્તર બેઠકના સેકટર ૧૭ના સેકટર અધિકારી તરીકે તહેનાત કરવામાં આવેલ તપન સરકાર ઇવીએમ અને વીવીપેટ લઇ પોતાના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતાં જે ટીએમસીના નેતા પણ છે.
જાણકારી અનુસાર રાતમાં તપન સરકાર ટીએમસી નેતાના ઘરે જ સુઇ ગયા હતાં પંચે તપન સરકારની આ હરકતને દિશાનિર્દેશોનો મોટો ભંગ ગણાવ્યો છે. મામલો સામે આવ્યા બાદ પંચે તાકિદના પ્રભાવથી તપન સરકારને સસ્પેડ કરી દીધા છે અને તેમને તેનાથી પણ મોટી સજા આપી શકાય છે. એ યાદ રહે કે આ પહેલા ૧ એપ્રિલે થયેલ પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાના મતદાન બાદ પણ વિવાદ થયો હતો હકીકતમાં આસામની કરીમગંજમાં એક ભાજપ ઉમેદવારની કારમાં ઇવીએમ મળી હતી જેથી મતદાન બાદ સ્ટ્રોન્ગરૂમ લઇ જવામાં આવી રહ્યાં હતાં તેની વીડિયો સામે આવ્યા બાદ પંચે ચુંટણી પ્રક્રિયાથી જાેડાયેલ તે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં જે તેના માટે જવાબદાર હતાં
ઉલુબેરિયા ઉત્તર સીટથી ભાજપના ઉમેદવારે ટીએમસી તરફથી ચુંટણીમાં ગડબડી કરવાનો આરોપ લગાવ્યો છે.ભાજપ ઉમેદવાર ચિરન બેરાએ કહ્યું કે ટીએમસીના બુથ પ્રેસિડેંટ ગૌતમ ધોષના ઘરેથી ઇવીએમ અને વીવીપેટ મળ્યા છે ગામના કેટલાક લોકોએ ટીએમસી નેતાના ઘરની બહાર બે ગાડીઓ જાેઇ તો પુછપરછ કરી જયારે તેમને એ માહિતી મળી કે ટીએમસી નેતાના ઘર સેકટર અધિકારી પહોંચ્યા છે તો તેમણે મને માહિતી આપી અત્યાર સુધી સમગ્ર મામલા પર ઉત્તર ઉલુબેરિયા બેઠકથી ટીએમસી ઉમેદવાર નિર્મલ માજી તરફથી કોઇ જવાબ મળ્યો નથી