Western Times News

Gujarati News

ઇશાન હિંગોરાણી યુએસ ઓપન ટીટીમાં ચમક્યો

ગાંધીધામ, ગુજરાતના ટોચના ક્રમાંકિત પુરૂષ ટીટી ખેલાડી ઇશાન હિંગોરાણી,  યુએસએમાં તેના પ્રશિક્ષણ સમયગાળામાં આનંદ માણી રહ્યો છે કારણ કે કચ્છના આ યુવાને લાસ વેગાસમાં 2021 યુએસ ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ U-2400 આરઆર પ્લેઓફ જીતી લીધી હતી જ્યારે એ જ ટુર્નામેન્ટમાં U-2600 RR પ્લેઓફમાં બીજા સ્થાને રહ્યો હતો.

U-2400 RR પ્લેઓફની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત ઇશાને ચોથા ક્રમાંકિત પોલ ઝેન્યુ ક્વિને 11-9, 14-12, 6-11, 11-9થી હરાવી ટાઇટલ જીત્યું હતું.

દરમિયાન, U-2600 RR પ્લેઓફમાં, 14મા ક્રમાંકિત ઈશાને ઈવેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલમાં ટોચ ક્રમાંકિત તનુઈ ઝાંગ સામે 9-11, 9-11, 2-11થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇશાનને તેના પ્રશંસનીય પ્રદર્શન બદલ અભિનંદન આપતા, જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા, આઈએએસ એ જણાવ્યું હતું કે, “અમારા યુવાનનું આ પ્રશંસનીય પ્રદર્શન છે. તેની પ્રતિભા ક્યારેય શંકામાં ન હતી અને આજે તેણે તે એક મોટા મંચમાં દેખાડી દીધું છે.”

“અમારા સ્ટાર પરફોર્મરને હાર્દિક અભિનંદન. તેનું U-2600 પ્રદર્શન હૃદયસ્પર્શી છે કારણ કે તેણે ફાઇનલમાં જવાના માર્ગે કેટલાક ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અને હરાવ્યા પણ હતા.”  જીએસટીટીએના અધ્યક્ષ શ્રી મિલિંદ તોરાવણે, આઈએએસ એ તેમના અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું.

ઈશાન કેલિફોર્નિયાના મિલપિટાસમાં ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં ટ્રેનિંગ સેશનમાં હાજરી આપવા માટે યુએસમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.