ઇશારા-ઇશારામાં કેપ્ટને સિદ્ધુને બતાવી દીધી હેસિયત
ચંડીગઢ: પંજાબ કાૅંગ્રેસના અધ્યક્ષ તરીકે નવજાેત સિંહ સિદ્ધુનો રાજ્યાભિષેક થયો છે. કાર્યક્રમમાં કેપ્ટન પણ પહોંચ્યા અને સિદ્ધુને અધ્યક્ષ બનવાના અભિનંદન આપ્યા. કેપ્ટને સિદ્ધુની સાથે મળીને ચાલવાની વાત કહી. સાથે જ સિદ્ધુ અને પોતાની ઉંમરનું અંતર બતાવીને અમરિંદરે એ મેસેજ પણ આપવાનો પ્રયત્ન કર્યો કે પંજાબ કાૅંગ્રેસના ચીફ ભલે કોઈ બને, પરંતુ અસલી કેપ્ટન તો એ જ છે. પોતાના સંબોધનમાં સ્ટેજથી અમરિંદરે વારંવાર સિદ્ધુનું નામ લીધું.
અમરિંદરે કહ્યું કે, ‘નવજાેત સિંહ સિદ્ધુ તમે સાંભળો, મારો અને તમારો એ સંબંધ છે કે ૧૯૬૩માં તમારો જન્મ થયો અને
૧૯૬૩માં જ મારું કમિશન થયું. હું ભારત-ચીન બૉર્ડર પર પહોંચ્યો. આટલો ફરક છે તમારી અને મારી વચ્ચે.’ અમરિંદરે આગળ કહ્યું કે, ‘ઇન્દિરાજી ૧૯૬૦માં મારી માતાને લોકસભા ચૂંટણીમાં જીતાડીને લાવ્યા. ૧૯૭૦માં જ્યારે મેં સેના છોડી ત્યારે મારી માતાએ કહ્યું કે, તમે પોલિટિક્સમાં આવો.’ અમરિંદરે કહ્યું કે, સિદ્ધુ પેદા થયા ત્યારથી તેઓ તેમના પરિવારને ઓળખે છે.
અમરિંદર સિંહે કહ્યું કે, ‘આપણે બંને સાથે ચાલીશું. મુદ્દો ફક્ત પંજાબનો નથી, આખા દેશનો છે. પાકિસ્તાન ૬૦૦ કિમી દૂર બેઠું છે અને રોજ હથિયાર મોકલી રહ્યું છે અને કોઈને કોઈ ચીજ મોકલી રહ્યું છે, જે અમન-શાંતિને ખરાબ કરે છે.’ સિદ્ધુનું નામ પુકારતા અમરિંદરે કહ્યું કે, ‘આપણે આ લડાઈ લડવી પડશે નવજાેત. આપણે સાથે મળીને લડીશું, આ દેશની વાત છે,
પંજાબની વાત નથી. ભલે તાલિબાન આવે કે કોઈપણ, ફોઝ બૉર્ડર પર લડી રહી છે, પરંતુ પાકિસ્તાન અહીં ડ્રોન મોકલી રહ્યું છે. પઠાણકોટથી લઈને ફાજિલ્કા સુધી આખી બૉર્ડર પાકિસ્તાન સાથે છે, અહીં આપણે એલર્ટ રહેવાની જરૂર છે.’