Western Times News

Gujarati News

ઇશા ગુપ્તા પાસે હાલમાં બે ફિલ્મો છે

મુંબઇ, બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તા હાલમાં બે મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં હેરાફેરી સિરિઝની ફિલ્મ હેરાફેરી-૩નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે અભિનેત્રી અમીષા પટેલના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ દેશી મેજિકમાં પણ કામ કરી રહી છે. જેમાં અમીષા પટેલ પોતે પણ કામ કરી રહી છે.

આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. હવે તેને રજૂ કરવામાં આવનાર છે. હેરાફેરીની અગાઉની બંને ફિલ્મને સફળતા મળ્યા બાદ આ ફિલ્મ પણ સફળ રહી શકે છે. ઉપરાંત તેની પાસે દેશી મેજિક નામની પણ ફિલ્મ છે. મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જાવા માટે જ વધારે ઇચ્છુક રહે છે.

ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડ અને સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. જા કે તેની પાસે મલ્ટીસ્ટારર ફિલ્મો વધારે આવી રહી છે. તે બાદશાહો, રૂસ્તમમાં પણ નજરે પડી હતી. હાલમાં પણ તેની પાસે કેટલીક સારી ફિલ્મો હાથમાં છે. ઇશા ગુપ્તાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત જન્નત-૨ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મીએ ભૂમિકા અદા કરી હતી. જાણકાર લોકો એમ પણ કહે છે કે ઇશા કોપિકર અને લારા દત્તા વચ્ચે મિશ્ર ચહેરા તરીકે ઇશા ગુપ્તા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.