ઇસનપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર હુમલો
અમદાવાદ, અમરાઈવાડીમાં આવેલી ટોરેન્ટ પાવર કંપનીના અધિકારીઓને વીજચોરીની જાણ થતા તે ઈસામપુર ખાતે તાપસ કરવા ગયા હતા. જ્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા તેમણે કનેક્શન કાપવાની શરૂઆત કરતા સ્થાનિક લુખ્ખાઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે અધિકારીઓ જીવ બચાવીને ભાગ્ય હતા. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમરાઈવાડી ખાતે આવેલી ટોરેન્ટ પાવરની ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજર અતુલભાઈ પટેલ ટેક્નિશિયન વિજયભાઈ તથા ભીમસીંગ લેબર દિનેશભાઇ તથા મેનેજર કેયુરભાઈ સાથે મંગળવારે સવારે ઇસનપુર અહેબાબનગર ગુલશન બેકરીની બાજુમાં આવેલી ગલીમાં તાપસ માટે ગયા હતા. જ્યાં ઇલેક્ટ્રિક સપ્લાયની પેટી MSP માંથી કોઈએ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલું જણાતા તેમણે તાપસ શરુ કરી હતી
એક ત્રણ માળની બિલ્ડીંગ નજીક પહોંચ્યા હતા. જ્યાં વાયર કાપવાની કામગીરી કરતા નુર મહોમદ ઉર્ફે રાજા શેખ અને આમીરખાન પઠાણ તેમની પાસે આવી પહેલા બોલાચાલી કરીનેબાદમાં મારામારી કરવા લાગ્યા હતા. જેના પગલે ટોરેન્ટની આખી ટિમ પોતાનો જીવ બચાવીને ભાગી હતી અને પોલીસને જાણ કરી હતી. બાદમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નૂર મહોમદ અને આમિર વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી.