Western Times News

Gujarati News

ઇસરો આવતીકાલે રક્ષા સેટેલાઇટ લોન્ચ કરશે

નવી દિલ્હી, ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો આવતીકાલે એટલે કે ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ બપોરે ૩.૨૫ વાગ્યે બીજો શકિતશાળી ઇમેજિંગ ઉપગ્રહ છોડશે. તેનું નામ રીસાટ -૨ બીબી ૧ છે. તે અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ભારતની રડાર ઇમેજિંગની શકિત અનેકગણી વધારશે. તેના કારણે દુશ્મનો પર નજર રાખવી પણ સરળ થઈ જશે. આંધ્રપ્રદેશના અકિલા શ્રીહરીકોટા ખાતેના સતિષ ધવન સ્પેસ સેન્ટરમાં લોકોને આ લોન્ચિંગ બતાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. અહીં લોંચ વ્યૂ ગેલેરીમાંથી પ્રેક્ષકો સેટેલાઈટ લોન્ચ જોઇ શકશે. તેનું નામ છે રીસેટ-૨ બીઆર૧ (RiSAT-2BR1). તેના અંતરિક્ષમાં આવ્ચા બાદ ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં અનેક ગણો વધારો થઈ શકશે. આ સાથે જ દુશ્મનો પર નજર રાખવાનું કામ પણ સરળ બનશે. મુંબઈ હુમલા સમયે આતંક વિરોધી કામમાં પણ તેનો ઉપયોગ થતો હતો. તેનું નામ છે રીસેટ- ૨ બીઆર૧ (RiSAT-2BR1). તેના અંતરિક્ષમાં આવ્ચા બાદ ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં અનેક ગણો વધારો થઈ શકશે. આ સાથે જ દુશ્મનો પર નજર રાખવાનું કામ પણ સરળ બનશે. મુંબઈ હુમલા સમયે આતંક વિરોધી કામમાં પણ તેનો ઉપયોગ થતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.