ઇસરો રૉકેટની નિષ્ફળતામાંથી જલદી બહાર આવી મિશનને સફળ બનાવશેઃમાધવન

શ્રીહરિકોટા, દેશના અત્યાધુનિક ઑબ્ઝર્વેશન સૅટેલાઇટ (ઈઓએસ-૦૩)ને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટમાં મૂકવામાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)નું મિશન ગઈ કાલે વહેલી સવારે નિષ્ફળ રહ્યું હતું.
એક ટ્વીટમાં ઇસરોએ જણાવ્યું હતું કે જિયોસિન્ક્રોનસ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ- એફ૧૦ (જીએસએલવી-એફ ૧૦) શ્રીહરિકોટાસ્થિત સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી નિર્ધારિત સમયે સફળપણે લિફ્ટ કરાયું હતું તથા એના બે તબક્કા પૂર્ણ પણ થયા હતા.
જાેકે યાંત્રિકી ખામીને લીધે ક્રાયોજેનિક અપર સ્ટેજ ઇગ્નીશન સંભવ નહોતું થયું. આ મિશનથી ભારત માટે હવામાન વિશેની વધુ સચોટ માહિતી તેમ જ ચીન-સરહદ પરની ઝીણી-ઝીણી માહિતીઓ મેળવવાનું આસાન થઈ ગયું હોત.
જાેકે ઇસરોના ભૂતપૂર્વ ચૅરમૅન માધવન નાયરે કહ્યું હતું કે ‘આ નિષ્ફળતા આઘાતજનક છે. એમ છતાં, એ કોઈ મોટો મુદ્દો નથી.
ઇસરો શક્ય એટલું વહેલું કમબૅક કરીને આ મિશનમાં સફળતા હાંસલ કરશે.’ અવકાશ સંબંધિત બાબતોને લગતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે પણ કહ્યું હતું કે ‘આ મિશનનું નવેસરથી શેડ્યુલ બનાવી શકાય એમ છે.’
બે વર્ષ પહેલાં વિક્રમ નામના લૅન્ડરવાળો ભારતનો ચંદ્રયાન-૨ પ્રૉજેક્ટ નિષ્ફળ ગયો હતો, પરંતુ એ સમગ્ર મિશનને લગતા ડેટા પરથી જાણવા મળ્યું છે કે ચંદ્રયાન-૨ મિશને ચંદ્ર પર પાણીનાં છિદ્રો શોધી કાઢ્યાં છે. ગ્લોબલ સાયન્ટિફિક ડેટા મેળવવા ભ્રમણકક્ષાના ૧૦૦ કિલોમીટરના અંદરમાંના ચંદ્રયાન-૨ ઉપર જે ઇમેજિંગ ઇન્ફ્રેરેડ સ્પેક્ટ્રોમીટર મુજબ ચંદ્ર પર એચઓ અને એચટૂઓ હોવાના સંકેતો મળ્યા છે.
આ અભ્યાસ ચંદ્રના રહસ્યો ઉકેલવામાં જાેતરાયેલા સમગ્ર વિશ્વના વૈજ્ઞાાનિકો માટે મોટો આધાર બની શકે છે