Western Times News

Gujarati News

ઇસરો ૫ માર્ચે જિયો ઇમેજિંગ સેટેલાઇટ જીઆઇએસએટી-૧ લોન્ચ કરશે

બેંગ્લુરૂ, ઇસરો દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, આ સેટેલાઇટનું પ્રક્ષેપણ પાંચ માર્ચે હવામાનની સ્થિતિ જોઇને કરવામાં આવશે. જેનું પ્રક્ષેપણ ૫.૪૩ કલાકે કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇસરોનું કહેવું છે કે, ૨,૨૭૫ કિલો વજનનું જીઆઇએસએટીએક અતિ આધુનિક ગતિથી ધરતીનું અવલોકન કરનારો ઉપગ્રહ છે. જેને ભૂસમકાલીન સ્થાનાંતરણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

આશરે ૨,૨૭૫ કિલો વજન ધરાવતું જીઆઇએસએટી-૧ એક અત્યાધુનિક રીતે ઝડપથી પૃથ્વીનું અવલોકન ઉપગ્રહ છે, જેને જીએસએલવી-એફ ૧૦ દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર આૅર્બિટમાં રાખવામાં આવશે. જે બાદ ઉપગ્રહ પ્રણોદન પ્રણાલીનો ઉપયોગ કરીને અંતિમ ભૂસ્થિર કક્ષામં પહોંચશે. આ જીએસએલવી ઉડાનમાં પહેલીવાર ચાર મીટર વ્યાસનો ઓગિવ આકારનો પેલોડ ફેયરિંગ (હીટ શીલ્ડ) પ્રવાહિત કરવામાં આવશે. આ જીએસએલવીની ૧૪મી ઉડાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.