Western Times News

Gujarati News

ઇસુઝુ મોટર્સ ઈન્ડિયાએ ગુજરાતના મહેસાણા ખાતે નવો ડીલરશિપ આઉટલેટ શરૂ કર્યો

મહેસાણા (ગુજરાત): ગ્રાહકો સાથે જોડાઈ રહેવાના ઉદ્દેશ સાથે પ્રચલિત ડી મેક્સ પિક-અપ્સના જાપાનીઝ મેન્યુફેક્ચરર ઇસુઝુ મોટર્સ ઈન્ડિયાએ મહેસાણા ખાતે નવો ટોર્ક ઇસુઝુ 3S (સેલ્સ, સર્વિસ, અને સ્પેર્સ) આઉટલેટ શરૂ કર્યો છે. નવી ફેસિલિટી રાજ્યમાં 6 સ્થળોએ સ્થિત ટોર્ક ઇસુઝુના ટચપોઈન્ટ્સ પર સેલ્સ અને સર્વિસ પુરી પાડશે. કંપનીએ હાલમાં જ ઇસુઝુ ડિલરના માપદંડો અનુસાર, રાજકોટમાં પણ નવો રિફર્બિશ્ડ આઉટલેટ શરૂ કર્યો હતો.

મહેસાણામાં નવો આઉટલેટ 8000 ચોરસફુટ વિસ્તારમાં સ્થાપવામાં આવ્યો છે. જે મહેસાણા-અમદાવાદ હાઈવે પર સ્થિત છે. જે ડી-મેક્સ પ્લેટફોર્મ પર ઉત્પાદિત વર્લ્ડ ક્લાસ યુટિલિટી વાહનોને એકજ સ્થળે એક્સેસ કરશે. અમદાવાદ, ભુજ, ગાંધીધામ, રાજકોટ અને વડોદરામાં અગાઉથી કાર્યરત ટચપોઈન્ટ્સમાં આ નવી ફેસેલિટીનો ઉમેરો થયો છે.

ઉદ્ઘાટન દરમિયાન ઇસુઝુ મોટર્સ ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ વાઈસ પ્રેસિડન્ટ તાકેશી હિરાનોએ જણાવ્યુ છે કે, અમે હંમેશા યોગ્ય સર્વિસ અને યોગ્ય પ્રોડક્ટ આપવા પ્રતિબદ્ધ છીએ. ડી-મેક્સ પિક્સ-અપ્સે તેની વર્સેલિટી અને પર્ફોર્મન્સના આધારે ગુજરાત રાજ્યમાં મજબૂત છાપ ઉભી કરી છે. ટોર્ક ઇસુઝુ પિક-અપ્સની વિશાળ રેન્જ સાથે ગ્રાહકોના અનુભવમાં વધારો કરવા કાર્યરત છે. અમે ગુજરાતમાં ટોર્ક ઇસુઝુનો અન્ય આઉટલેટ શરૂ કરવા બદલ ઉત્સુક છીએ. જે અમારા યુટિલિટી વ્હિકલ્સની વિશાળ રેન્જની માગમાં વધારો કરશે.

ટોર્ક ઇસુઝુના મેનેજિંગ ડિરેક્ટર કુરેન આમીન જણાવે છે કે, અમે ગુજરાતના ગ્રાહકોને ઇસુઝુ ડી-મેક્સ પિક-અપ્સ પર આધારિત રેન્જ પુરી પાડવા બદલ આભારી છીએ. આજે રાજ્યમાં 7 આઉટલેટ્સ ઉપલબ્ધ છે. રાજ્યમાં યુટિલિટી વાહનોની વધતી માગને પહોંચી વળવા માટે યોગ્ય સ્થળ છે. મહેસાણામાં નવો આઉટલેટ અમારા ગ્રાહકોમાં વધારો કરશે. તેમજ ઇસુઝુ સાથે મળી અમારા તમામ ગ્રાહકોને મૂલ્યવર્ધન સેવાઓ પુરી પાડવા પ્રતિબદ્ધ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.