ઈંગ્લેન્ડના દર્શકોએ બાઉન્ડ્રી પર સિરાજ પર બોલ ફેંક્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Siraj-1024x569.jpg)
લોર્ડસ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતનો ધબડકો થયો છે.
જાેકે મેચના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓ સાથે ઈંગ્લિશ પ્રેક્ષકોનુ વર્તન ચર્ચામાં રહ્યુ છે. ભારતીય ટીમના વિકેટ કીપર ઋષભ પંતનુ કહેવુ છે કે, ઈંગ્લેન્ડના દર્શકોએ ભારતના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ પર બોલ ફેંક્યો હતો.
પંતે કહ્યુ હતુ કે, કોઈએ સિરાજ પર બોલ ફેંક્યો હતો અને તેના કારણે કેપ્ટન કોહલી નારાજ હતો. દર્શકો ખેલાડીઓને જે કહેવુ હોય તે કહી શકે છે પણ ખેલાડીઓ પર વસ્તુઓ ફેંકવી તે ક્રિકેટ માટે પણ યોગ્ય નથી તેવુ મારૂ માનવુ છે.
ઉલ્લેખનીય છે કે, લોર્ડઝ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પણ બાઉન્ડરી પર ફિલ્ડિંગ ભરી રહેલા કે એલ રાહુલ પર શેમ્પેનની બોટલના ખાલી બૂચ ફેંકવામાં આવ્યા હતા.
આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડનીમાં રમાયેલી ટેસ્ટમાં પણ કેટલાક દર્શકોએ મહોમ્મદ સિરાજ સાથે ખરાબ વર્તન કરીને તેના પર રંગભેદી ટિપ્પણીઓ કરતા વિવાદ થયો હતો.SSS