ઈંગ્લેન્ડનો ક્રિકેટર લીયામ ઈજા થતાં રમતથી દુર થયો

નવી દિલ્હી, રાજસ્થાન રોયલ્સની મૂશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. આ ટીમનો વધુ એક પ્લેયર આઇપીએલ ૨૦૨૧ ના બીજા ફેઝથી બહાર થઈ શકે છે કેમ કે, ગત સોમવારના તેને ગંભીર ઈજા પહોંચી છે. ઇંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન લિયામ લિવિન્ગસ્ટોન કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન વન મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને દુઃખાવાને કારણે રડવા લાગ્યો હતો.
લંકાશાયર અને વાર્વિકશાયરની વચ્ચે મેચમાં લિયામ લિવિન્ગસ્ટોન ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી તરફ ફાસ્ટ દોડ્યો અને ચોકો રોકવાનો પ્રયત્ન કરવામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. લંકાશાયર ટીમે તેમના ટ્વીટર પર આ જાણકારી શેર કરવાની સાથે લખ્યું- એવું લાગી રહ્યું છે કે, ડાઈવ લગાવી બાઉન્ડ્રી રોકવાના પ્રયત્નમાં લિયામ લિવિન્ગસ્ટોનનો ખભો તૂટી ગયો છે. તે મેદાનથી બહાર થઈ ગયો છે અને તેને રિચર્ડ ગ્લીસનની સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે.
આવી હાલતમાં લિયામ લિવિન્ગસ્ટોનનું આઇપીએલ ૨૦૨૧ રમવુ મુશ્કેલ લાગી રહ્યું છે. તે રાજસ્થાન રોયલ્સ માટે મોટો ઝટકો છે કેમ કે, લિયામ સારા ફોર્મમાં હતો અને યુએઈમાં શાનદાર પ્રદર્શન કરી શકતો હતો. રાજસ્થાન રોયલ્સના કેટલાક ઇંગ્લિશ ખેલાડી પહેલાથી આઇપીએલ ૨૦૨૧ ના બીજા ફેઝથી પોતાનું નામ પરત લઈ ચૂક્યા છે. એવામાં બેન સ્ટોક્સ, જાેસ બટલર, જાેફ્રા આર્ચરનું નામ સામેલ છે.SSS