ઈંગ્લેન્ડમાં કીવી મહિલા ક્રિકેટ ટીમને ઊડાડવા ધમકી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Nz-1-1024x576.jpg)
લંડન, ન્યૂઝીલેન્ડની પુરુષ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ આતંકી હુમલાની બીકે રદ કરી દીધો હતો અને હવે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને આતંકી હુમલાની ધમકી મળી છે. મળતી વિગતો પ્રમાણે ટીમના ખેલાડીઓની બસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
જાેકે એ પછી પણ આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાનારી ત્રીજી વન ડે રદ કરવામાં આવી નથી અને આ મેચ શીડ્યુલ પ્રમાણે જ રમવામાં આવશે. સુરક્ષા એજન્સીઓની તપાસ બાદ આ ધમકીમાં કોઈ દમ નહીં હોવાનુ કહેવામાં આવ્યુ છે. જાેકે ન્યૂઝીલેન્ડ ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ મેનેજમેન્ટના એક સભ્યને ધમકી આપવામાં આવી હતી કે, ટીમ જે હોટલમાં છે ત્યાં બોમ્બ મુકવામાં આવશે અને ટીમ પાછી ફરશે ત્યારે પણ ફ્લાઈટમાં બોમ્બ મુકીને ઉડાવી દેવામાં આવશે. આ ધમકી મળ્યા બાદ ટીમ સોમવારથી હોટલમાં કેદ થઈ ગઈ હતી.
એ પછી સુરક્ષા એજન્સીઓને બોલાવવામાં આવી હતી. એક તબક્કે લાગ્યુ હતુ કે, ત્રીજી વન ડે રદ કરી દેવામાં આવશે પણ મેચ નિર્ધારીત સમયે રમાવાની છે. ટીમ વન ડે રમવા માટે લિસ્ટર પહોંચી ગઈ છે. જાેકે ટીમ જ્યાં રોકાઈ છે તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જાેકે કેટલીક ખેલાડીઓ હજી પણ ડરેલી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, જે ધમકીભર્યો ઈ મેલ મળ્યો હતો તેની તપાસ કરવામાં આવી છે અને આ ધમકીમાં તથ્ય નહીં હોવાનુ જણાયુ છે.SSS