ઈંગ્લેન્ડમાં કોહલીની સદીનો દુકાળ દૂર થશેl: સહેવાગ
નવી દિલ્હી, ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી પોતાના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને લગભગ છેલ્લા અઢી વર્ષથી તેના બેટથી કોઈ સદી લગાવી નથી.
જાેકે ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગને આશા છે કે, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી સીરિઝમાં પોતાની સદીના દુકાળને સમાપ્ત કરશે અને ટીમ માટે રન બનાવશે.
વિરાટ કોહલીએ પોતાની છેલ્લી ટેસ્ટ સદી બાંગ્લાદેશ વિરુદ્ધ નવેમ્બર ૨૦૧૯માં કોલકાતામાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં લગાવી હતી.ત્યારબાદ તે સદી બનાવી શક્યો નથી. ભારત અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક જુલાઇના રોજ ફરીથી આયોજિત પાંચમી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચનું પ્રસારણ સોની સિક્સ પર કરવામાં આવશે. ભારતીય ટીમ હાલમાં આ સીરિઝમાં ૨-૧થી આગળ ચાલી રહી છે.
ટેસ્ટ સીરિઝ બાદ બંને ટીમો વચ્ચે ૩ મેચોની T૨૦ સીરિઝ અને એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમાવાની છે. વિરાટ કોહલીના ફોર્મને લઈને વિરેન્દર સેહવાગે એક અખબાર સાથે વાત કરતા કહ્યું હતું કે, એ વાત સાચી છે કે વિરાટ કોહલીએ ઘણા સમયથી સદી લગાવી નથી, પરંતુ એવું નથી કે તે ફોર્મમાં જરાય નથી.
વિરાટ કોહલી રન બનાવી રહ્યો છે, પરંતુ આપણને તેની પાસે આશા કારણ કે, તે સદી લગાવે છે અને રન બનાવે છે. વિરાટ કોહલી ૫૦-૬૦ રન બનાવી રહ્યો છે, પરંતુ આ સમય છે કે તે સારું કરી શકે છે કેમ કે, હવે તેના પર કેપ્ટન્સી અને સિલેક્શનનું પ્રેશર પણ નથી. મને લાગે છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ જ્યારે તે રમવા ઉતરશે તો મોટો સ્કોર બનાવશે.
તેનામા રન બનાવવાની ભૂખ છે અને મને વિશ્વાસ છે કે તે ટેસ્ટ મેચમાં સારું કરશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં સારા ફોર્મમાં છે અને તેને ઘરમાં હરાવવું ભારત માટે સરળ રહેવાનું નથી.
ગયા વર્ષની તુલનામાં ઇંગ્લેન્ડની હાલની ટીમનો સામનો કરવો ભારતીય ટીમ માટે કેટલો પડકારજનક હશે? એમ પૂછવામાં આવતા વિરેન્દર સેહવાગે કહ્યું હતું કે, ઇંગ્લેન્ડની ટીમ ખૂબ સારી છે, એ છતા તેને હરાવી શકાય છે. તેની બેટિંગમાં જરૂર ૨-૩ ખેલાડી એવા છે જે મેચનું પાસું પલટી શકે છે.
જાે રુટ શાનદાર ફોર્મમાં છે. કેપ્ટન બેન સ્ટોક્સ આક્રમક થઈને રમે છે. જાેની બેયરસ્ટોએ પણ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી છે. કુલ મળીને ઇંગ્લેન્ડના ૩-૪ ખેલાડી છે જે ટેસ્ટ મેચને રોમાંચક બનાવે છે, જેને જાેવાની મજા આવે છે. આ ખેલાડી ઇંગ્લેન્ડની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમ હશે, પરંતુ ભારતની ટીમ પણ સારી છે અને તે મેજબાન ટીમને હરાવી શકે છે.SS2KP