ઈંગ્લેન્ડમાં ક્રિકેટરો માટે પત્નીઓ ફોટોગ્રાફર બની
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના ડરહામમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ ૪ ઓગસ્ટથી શરૂ થવાની છે. એવામાં ભારતીય ક્રિકેટરો ઈંગ્લેન્ડમાં પોતાની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ સાથે હળવાશની પળ વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા ક્રિકેટર્સ ઈંગ્લેન્ડ ટૂરની તસવીરો શેર કરતાં રહે છે. હાલમાં જ ક્રિકેટર કે.એલ. રાહુલે ‘ઈંગ્લેન્ડ ડાયરીઝ’ની ખાસ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કે.એલ. રાહુલની કથિત ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી સહિત બાકીના ક્રિકેટર્સની પત્નીઓ તેમના માટે ફોટોગ્રાફર બની છે. કે.એલ. રાહુલે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
જેમાં તેના સિવાય વિરાટ કોહલી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને મયંક અગ્રવાલ સ્ટાઈલમાં પોઝ આપી રહ્યા છે. આ તસવીરમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સનો સ્વેગ જાેવા મળી રહ્યો છે. જાેકે, રાહુલે ખુલાસો પણ કરી દીધો કે આ શાનદાર તસવીર પાછળ કોનો હાથ હતો. કે.એલ. રાહુલે બીજી તસવીર શેર કરી છે જેમાં ફોટોગ્રાફી ટીમ જાેવા મળે છે. જેમાં અથિયા શેટ્ટી ફોટો ક્લિક કરી રહી છે અને અનુષ્કા કદાચ તેની કંઈક સલાહ આપી રહી છે. આ સિવાય ઉમેશ યાદવની પત્ની તાન્યા વાધવા, ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહ અને બીસીસીઆઈ મીડિયા ટીમની સિનિયર પ્રોડ્યુસર રાજલ અરોરા કેમેરામાં ફોટો પડાવી રહેલા ક્રિકેટર્સને જાેઈ રહ્યા છે.
કે.એલ. રાહુલે મયંક અગ્રવાલની પત્ની આશિતા સૂદને પણ આ તસવીરમાં ટેગ કરી છે. તસવીર શેર કરતાં રાહુલે લખ્યું- ‘સ્વાઈપ રાઈટ.’ ડરહામથી અનુષ્કા શર્માએ પણ એક ગ્રુપ ફોટો શેર કર્યો છે. જેમાં વિરાટ-અનુષ્કાની સાથે દીકરી વામિકા પણ છે. આ સિવાય ઈશાંત શર્મા અને મયંક અગ્રવાલ પોતપોતાની પત્નીઓ સાથે તેમજ રાહુલ-અથિયા અને રાજલ અરોરા જાેવા મળે છે. અનુષ્કાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ડર’હમ’ સાથ સાથ હૈ. ટીમ ઈન્ડિયા ઈંગલેન્ડ ગઈ ત્યારથી અટકળો લાગી રહી હતી કે અથિયા શેટ્ટી પણ કથિત બોયફ્રેન્ડ કે.એલ. રાહુલ સાથે ગઈ છે.
જાેકે, કપલ સાથે ફોટો મૂકવાનું ટાળતા હતા. પરંતુ થોડા દિવસ પહેલા જ પ્રતિમા સિંહે ગ્રુપ ફોટો શેર કર્યો હતો જેમાં અથિયા અને રાહુલ સાથે જાેવા મળે છે. આ પરથી બંને ઈંગ્લેન્ડમાં સાથે હોવાની પુષ્ટિ થઈ હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.