ઈંગ્લેન્ડે નેધરલેન્ડ સામે ૫૦ ઓવરમાં ૪૯૮ રન બનાવ્યા
ફિલ સોલ્ટે ૧૨૨, ડેવિડ મલાને ૧૨૫ રન બનાવ્યા, જ્યારે જાેસ બટલરે ૭૦ બોલમાં ૧૬૨ રનની ઈનિંગ રમી
એમ્સ્ટેલવીન, ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વન-ડેની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આ મોટું કારનામું કર્યું છે.
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વનડેમાં આવી તોફાની બેટિંગ કરીને એક પછી એક ઘણા રેકોર્ડ તોડ્યા.
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ૫૦ ઓવરમાં ૪૯૮ રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા વન ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વર્ષ ૨૦૧૮માં નોટિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે ૪૮૧ રન બનાવ્યા હતા, આ ઈનિંગ પહેલા સુધી આ વર્લ્ડ રેકોર્ડ હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ૪૯૮ રનના સ્કોર સુધી પહોંચાડવામાં ૩ બેટ્સમેનોનો મોટો હાથ હતો, ત્રણેય ખેલાડીઓએ સદી ફટકારી હતી.
ઓપનર ફિલ સોલ્ટે ૯૩ બોલમાં ૧૨૨ રન બનાવ્યા, ત્યારબાદ ડેવિડ મલાને પણ ૧૦૯ બોલમાં ૧૨૫ રન બનાવ્યા. જ્યારે, જાેસ બટલરની ૭૦ બોલમાં ૧૬૨ રનની ઈનિંગે ખળભળાટ મચાવ્યો હતો.SS3KP