ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી ૨૦ અને વનડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને આરામ મળી શકે છે
નવીદિલ્હી: ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝના બીજા મુકાબલામાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપ્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટ પહેલા તે ખુબ તૈયારી કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ટીમ મેનેજમેનટ્ ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે. આ માટે ભારતીય ટીમ ફાસ્ટ બોલર બુમરાહને ઈંગ્લેન્ડ સામે નિર્ધારિત ઓવરોની સિરીઝમાં આરામ આપી શકે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ પાંચ ટી૨૦ અને પછી ત્રણ વનડે મેચોની સિરીઝ રમાવાની છે. પાંચ ટી૨૦ મુકાબલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ટી૨૦ બાદ વનડે સિરીઝ પુણેમાં રમાવાની છે.
બુમરાહને ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યુ, જસપ્રીતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસી શરૂઆતથી અત્યાર સુધી ૧૮૦ ઓવર બોલિંગ કરી છે અને ચાર ટેસ્ટમાં આશરે ૧૫૦ ઓવર ફેંકી છે.
આ સિવાય મેદાન પર ઘણા કલાકો પસાર કર્યા છે. તેથી તેને નિર્ધારિત ઓવરોની સિરીઝમાં આરામ આપવો જરૂરી છે.રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યુ અને હવે તે જાેવાનું છે કે તે શું દ્રવિડ (૨૦૧૧ ઈંગ્લેન્ડ સિરીઝ) ની જેમ વાપસી કરશે.
તે સમયે દ્રવિડે ત્રણ વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી કરી અને તેનો આધાર ટેસ્ટ મેચોમાં તેનું પ્રદર્શન હતું. દ્રવિડે તે સિરીઝ બાદ નિવૃતિની જાહેરાત કરી હતી. તો ઈંગ્લેન્ડ સામે ટી૨૦ સિરીઝમાં મુંબઈના દમદાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ તક મળી શકે છે.