ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત
મુંબઈ: ઈંગ્લેન્ડ સામે આગામી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાનારી ત્રીજી (ડે-નાઇટ ટેસ્ટ) અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શાર્દુલ ઠાકુર અને શાહબાઝ નદીમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
તો ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમ સાથે જાેડાઈ શકે છે. તો ઈજાને કારણે રવિન્દ્ર જાડેજાને અંતિમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૨૪ ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભ થવાનો છે. ત્યારબાદ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ પણ આ મેદાન પર રમાવાની છે.
ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બે મેચમાંથી એકમાં વિજય મેળવવો જરૂરી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજ્કિંય રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ