ઈંગ્લેન્ડ સામે પૂજારાએ તેનો ક્લાસ બતાવ્યોઃ રોહિત શર્મા
લીડ્સ, છેલ્લી કેટલીક મેચોથી આઉટ ઓફ ફોર્મ નજરે પડી રહેલા ભારતીય ટીમના બેટસમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં જાેરદાર ઈનિંગ રમીને ભારતની મેચમાં પાછા ફરવાની આશા જીવંત રાખી હતી. જાેકે તેના આઉટ થતાં જ ટીમે ઈંગ્લેન્ડના બોલર્સ સામે શરણાગતિ સ્વિકારી લેતાં ભારત હારી ગયું હતું.
ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસને અંતે પૂજારા ૯૧ રને રમતમાં હતો. દરમિયાન ભારતીય ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્માએ પૂજારાના ભરપૂર વખાણ કરીને કહ્યુ છે કે, આપણે એવા ખેલાડીની વાત કરી રહ્યા છે કે જે ૮૦ ટેસ્ટ મેચ રમી ચુકયો છે. મને નથી લાગતુ કે કોઈ ખેલાડીએ મેચ પહેલા પોતાના જુના વિડિયો જાેવા જાેઈએ. તમે બેટિંગ કરતા હોય ત્યારે બહુ ડિટેલમાં વિચારવાની જરૂર નથી. પૂજારાની બેટિંગ માટે એક વાત નક્કી હતી કે, તે રન બનાવવાના ઈરાદાથી ઉતર્યો હતો.
રોહિતે કહ્યુ હતુ કે, જે રીતે પૂજારાએ શરૂઆત કરી હતી તે જાેવાલાયક હતી. નબળા બોલને પૂજારાએ બાઉન્ડ્રી બહાર મોકલીને રન બનાવ્યા હતા. તેનાથી સ્પષ્ટ હતુ કે, આજે પૂજારાનુ વલણ કેવુ હતુ અને તેનો ફાયદો પણ થયો હતો. જ્યારે તમે આ પ્રકારના વિચાર સાથે મેદાનમાં ઉતરો છો ત્યારે નબળા બોલ ખાલી જતા નથી.
રોહિતના મતે પૂજારા વર્ષોથી શિસ્તબધ્ધ બેટિંગ કરે છે. થોડા સમયથી તેના બેટમાંથી રન નથી નિકળ્યા તેનો મતબલ એ નથી કે તેની ક્વોલિટી પણ જતી રહી છે. પૂજારા પાસે ક્લાસ છે અને તે તમે આજે જાેયો હશે. ખાસ કરીને તમે જ્યારે ૩૦૦ રનથી પાછળ હોય ત્યારે આ પ્રકારની બેટિંગ આસાન નથી હોતી. જે રીતે પૂજારાએ બેટિંગ કરી છે તે તેના કેરેક્ટરની મજબૂતી બતાવે છે. જાેકે હજી કામ ખતમ નથી થયુ અને આશા છે કે, ચોથા દિવસે પણ તે આ જ રીતે બેટિંગ કરશે.SSS