ઈંડુ ફોડતાની સાથે જ બહાર આવ્યું મરઘીનું બચ્ચું

નવી દિલ્લી, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેમાં કોઈને કોઈ વિડિયો વાયરલ થતો રહે છે. અહીં કોઈ રાતોરાત સ્ટાર બની જાય છે તો કોઈ એક જ મિનિટમાં હીરોમાંથી જીરો બની જાય છે. સોશિયલ મીડિયામાં તમે એવા ઘણા વિડીયો જાેયા હશે અને જાેતા પણ હશો, જે જાેઈને આંખો પર ભરોસો ન થાય.
આવો જ એક વિડીયો અમે તમને આજે બતાવીશું. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઓમલેટ બનાવવા માટ એક વ્યક્તિ ઇંડુ ફોડે છે અને તવા પર મરઘીનું બચ્ચુ પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પણ શું ખરેખરમાં બચ્ચુ તવા પર પડે છે. આ વાત પર નજર કરીએ તો માલૂમ થાય છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં વ્યક્તિ એક બાદ એક બે ઇંડા ફોડે છે. અને પહેલું ઇંડુ તવા પર પડે છે.
જ્યારે બીજા ઇંડામાંથી મરઘીનું બચ્ચુ બહાર આવે છે અને તેને તવા સામે ઉભેલો વ્યક્તિ તુંરત જ પોતાનાં હાથમાં ઉઠાવી લે છે. તેને તવા પર રહેવાં દેતો નથી. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં એક દુકાનદાર ઓમલેટ બનાવી રહ્યો છે. તે મોટા તવા પર આમલેટ બનાવવા માટે એક ઇંડું ફોડે છે, તે બાદ બીજું ઈંડુ ફોડે છે.
પરંતુ જેવું જ બીજું ઈંડુ ફોડે છે, તેમાંથી જે નીકળ્યું એ જાેઇને તમે દંગ રહી જશો. આ વાયરલ થઈ રહેલા વિડીયોને જાેઈને મન ના માને તેવું થયું. તેમજ ત્યાં જે લોકો ઓમલેટ ખાવા માટે તલપાપડ થઈ રહ્યા હતા, તે લોકો ને પણ પોતાની આંખો પર ભરોસો ન થયો. દુકાનદાર પોતાના ગ્રાહકો માટે તવા પર બીજું ઈંડુ ફોડે છે, જેમાંથી મરઘીનું બચ્ચું બહાર આવતા જાેઇને લોકો તો ગભરાઈ જ ગયા. સાથે સાથે ગરમ ગરમ તવા પર પડવાથી બચ્ચું ત્યાંથી ભાગવા લાગ્યું.
આ અજીબોગરીબ વિડીયો જાેઇને લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. આ વિડીયો robinhood_preet નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો ક્યાંનો છે તે નથી જણાવવામાં આવ્યું. પણ આ વિડીયો સાચો છે કે એડિટ કરેલો તેની સત્યતા પણ હજુ સુધી નથી થઈ. કોમેન્ટમાં યુઝર્સ આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે, તેમ કહી રહ્યા છે. જાે તમારા સાથે આવું કંઈ થાય તો તમારા Reation શું હશે?SSS