ઈકરાએ સ્ટેબલ આઉટલૂક સાથે એશિયન ગ્રેનિટોનું રેટિંગ અપગ્રેડ કર્યું
કંપનીએ ઓવરસબ્સ્ક્રીપ્શન સાથે રૂ. 224.65 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ પૂરો કર્યો
અમદાવાદ, રેટિંગ એજન્સી ઈકરા લિમિટેડે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડનું રેટિંગ અપગ્રેડ કરીને સ્ટેબલ આઉટલૂક કર્યું છે. રેટિંગ એજન્સીએ લોંગ ટર્મ રેટિંગને ઈકરા એ (સ્ટેબલ)થી વધારીને ઈકરા એ પ્લસ (સ્ટેબલ) (જેનું ઉચ્ચારણ ઈકરા એ પ્લસ થશે) કર્યું છે. શોર્ટ ટર્મ રેટિંગ ઈકરા એ વન પર યથાવત રહ્યું છે.
આ રેટિંગ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની રૂ. 254.11 કરોડની બેન્ક સુવિધાઓના સંદર્ભે હતું. કંપનીની લોંગ ટર્મ રેટિંગ પરનું આઉટલૂક પણ સ્થિર રહ્યું છે.
ઈકરા એ પ્લસ રેટિંગ ધરાવતાં ઈન્સ્ટ્રૂમેન્ટ્સને નાણાંકીય જવાબદારીઓને સમયસર પૂરા કરવાના સંદર્ભમાં પૂરતા સુરક્ષિત માનવામાં આવે છે. આ પ્રકારના ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં ઓછું ક્રેડિટ જોખમ હોય છે. ઈકરા એ વન રેટિંગ ધરાવતાં ઈન્સ્ટ્રૂમેન્ટ્સને નાણાંકીય જવાબદારીની સમયસર ચૂકવણીના સંદર્ભમાં ખૂબ જ સુરક્ષિત હોવાનું માનવામાં આવે છે. આવા ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં સૌથી ઓછું ક્રેડિટ જોખમ હોય છે.
કંપનીના ગ્રુપ એકમ ક્રિસ્ટલ સિરામિક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડની રૂ. 106 કરોડની બેન્ક સુવિધાઓનું રેટિંગ ઈકરા એ (સીઈ) (સ્ટેબલ) (જેને ઈકરા એ ક્રેડિટ એન્હેન્સમેન્ટ તરીકે ઉચ્ચારિત કરાશે)થી અપગ્રેડ કરીને ઈકરા એ પ્લસ (સીઈ) (સ્ટેબલ) (જેને ઈકરા એ પ્લસ ક્રેડિટ એન્હેન્સમેન્ટ તરીકે ઉચ્ચારવામાં આવશે) કરવામાં આવ્યું છે.
ક્રિસ્ટલ સિરામિકના શોર્ટ ટર્મ રેટિંગને ઈકરા એ વન (સીઈ) (જેને ઈકરા એ વન ક્રેડિટ એન્હેન્સમેન્ટ તરીકે ઉચ્ચારવામાં આવશે) પર યથાવત રાખવામાં આવ્યું છે. આ જ પ્રકારે એમેઝૂન સિરામિક્સ લિમિટેડના લોંગ ટર્મ રેટિંગને પણ ઈકરા બીબીબી (સ્ટેબલ) (જેને ઈકરા ટ્રિપલ બી તરીકે ઉચ્ચારવામાં આવશે)થી સુધારીને ઈકરા બીબીબી પ્લસ (સ્ટેબલ) (જેને ઈકરા ટ્રિપલ બી પ્લસ તરીકે ઉચ્ચારવામાં આવશે) કરવામાં આવ્યું છે. કંપનું શોર્ટ ટર્મ રેટિંગ ઈકરા એ થ્રી પ્લસથી સુધારીને ઈકરા એ ટુ કરવામાં આવ્યું છે.
ભારતની અગ્રણી ટાઇલ્સ બ્રાન્ડ પૈકીની એક ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે તાજેતરમાં ઓવરસબ્સ્ક્રિપ્શન સાથે રૂ. 224.65 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ પૂરો કર્યો હતો. કંપનીને રાઇટ્સ ઇશ્યૂમાં ઓફર પર 2.24 કરોડ (2,24,64,188 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ) ઇક્વિટી શેરની સામે 2.58 કરોડ (2,58,77,022 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર) ઇક્વિટી શેર માટે બિડ પ્રાપ્ત થઈ હતી.
ઇશ્યુ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કંપનીની કેટલાક બાકી દેવા ચૂકવવા/પૂર્વચુકવણી કરવા માટે, કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. રાઈટ્સ ઈસ્યુ પછી કુલ બાકી શેર 3.42 કરોડ શેરથી વધીને 5.67 કરોડ થશે.
વિકાસ અંગે ટિપ્પણી કરતાં એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “કંપનીના લાંબા ગાળાના રેટિંગને ઈકરા દ્વારા અપગ્રેડ કરવામાં આવ્યું એ જૂથના મજબૂત પાયાની વધુ સાક્ષી આપે છે. અમારી કંપની વધુ મજબૂત થઈ રહી છે અને મજબૂત ઓપરેશનલ અને નાણાકીય કામગીરી કરી રહી છે અને આવક, માર્જિન અને નફાકારકતામાં તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રહી છે.
આગામી વર્ષોમાં વૃદ્ધિની ગતિ યથાવત રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ. કંપનીના રૂ. 224.65 કરોડના રાઇટ્સ ઇશ્યૂને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને તે ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. અમે અમારા તમામ હિતધારકોનો તેમના સમર્થન માટે આભાર માનવા માંગીએ છીએ. ઇશ્યૂથી મળનારી રકમથી કંપનીની બેલેન્સ શીટ વધુ મજબૂત બનશે, દેવું ઘટશે અને તેની વૃદ્ધિ યોજનાઓને ભંડોળ પૂરું પાડવામાં મદદ મળશે.”
કંપની હાલ 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને વિસ્તરણ કરીને 120થી વધુ દેશોમાં હાજરીની યોજના ધરાવે છે. કંપની તેના રિટેલ ટચ પોઈન્ટ્સ વધારીને 10,000થી વધુ અને એક્સક્લુઝિવ શોરૂમ્સની સંખ્યા વધારીને 500થી વધુ કરવા માંગે છે.