ઈકોનોમિક ફ્રિડમ ઈન્ડેક્સમાં ભારત ૧૦૫મા ક્રમે પહોંચ્યું
આ યાદીમાં હોંગકોંગ પહેલાં અને સિંગાપોર બીજા સ્થાને છે, સૌથી નિચલા ક્રમે કાંગો અને ઝિમ્બાબ્વે જેવા દેશ છે
નવી દિલ્હી, ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ ૨૦૨૦માં ભારત ૨૬ રેન્ક નીચે ખસકીને ૧૦૫મા સ્થાન પર પહોંચી ગયો છે. તેનો મતલબ એ છે કે ભારતમાં આર્થિક-કારોબારી ગતિવિધિઓના મામલામાં આઝાદી ઓછી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૯ રિપોર્ટમાં ભારત ૭૯મા સ્થાન પર હતું. આ રિપોર્ટ કેનેડાની ફ્રેઝર ઈન્સ્ટીટ્યુટ દ્વારા ભારતની થિંકટેક સેન્ટર ફોર સિવિલ સોસાયટીની સાથે મળીને જાહેર કર્યો છે. ન્યુઝ એન્જસી પ્રમાણે આ લિસ્ટમાં હોંગકોંગ અને સિંગાપોર પહેલાં અને બીજા સ્થાન પર છે. તો ચીન ૧૨૪મા સ્થાન પર છે. લિસ્ટમાં ટોપ ૧૦ દેશોમાં ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મોરિશિયસ, જ્યોર્જિયા, કેનેડા અને આયરલેન્ડ સામેલ છે. જાપાનને લિસ્ટમાં ૨૦મું તો જર્મની ૨૧મા સ્થાન પર છે. જે દેશોમાં લિસ્ટમાં સૌથી નીચેના ક્રમે છે તેમાં આફ્રિકી દેશ, કાંગો, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, ઈરાન, સુડાન, વેનેઝુએલા વગેરે સામેલ છે.
રિપોર્ટ અનુસાર છેલ્લાં એક વર્ષમાં આકાર, ન્યાયિક પ્રણાલી અને સંપત્તિના અધિકાર, વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, વિત્ત, શ્રમ અને વ્યવસાયના રેગ્યુલેશન જેવી કસોટીઓ પર ભારતની સ્થિતિ થોડી ખરાબ થઈ છે. ૧૦ અંકના માપદંડ પર સરકારના આકારના મામલામાં ભારતને એક વર્ષ પહેલાં ૮.૨૨ના મુકાબલે ૭.૧૬ પોઈન્ટ, કાનૂની પ્રણાલીના મામલામાં ૫.૧૭ના બદલે ૫.૦૬, ઈન્ટરનેશનલ વેપારની સ્વતંત્રતામાં ૫.૧૭ અને વિત્ત, શ્રમ તથા વ્યવસાયના રેગ્યુલેશનના મામલામાં ૬.૫૩ પોઈન્ટ મળ્યા છે. આ રિપોર્ટ ૧૬૨ દેશો અને અધિકાર ક્ષેત્રોમાં આર્થિક સ્વતંત્રતાનું આંકલન કરે છે. એટલે કે ૧૬૨ દેશોમાં ભરતને ૧૦૫મું સ્થાન મળ્યું છે, જે ખુબ જ નીચું છે. તેમાં વ્યક્તિગત પસંદનું સ્તર, બજારમાં પ્રવેશની યોગ્યતા, પ્રાઈવેટ સંપત્તિની સુરક્ષા સહિતના માપદંડોને જોવામાં આવે છે.SSS