ઈકોનોમી માટે રાહત: મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં 8 વર્ષનો મોટો ઉછાળો
નવી દિલ્હી, કોરોનાના પગલે બે મહિનાના લોકડાઉન બાદ ઓફ થઈ ગયેલા ઈકોનોમીના એ્ન્જિનમાં ફરી સંચાર થઈ રહ્યો હોવાનો સંકેત મળી રહ્યા છે. તાજેતરના ક્વાર્ટરમાં ભારતની ઈકોનોમીમાં 23.9 ટકાનો જંગી ઘટાડો થયો હતો.એ પછી હવે ઈકોનોમી માટે એક સારી ખબર એ આવી છે કે, ભારતમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં છેલ્લા 8 વર્ષની સૌથી વધુ તેજી જોવા મળી છે.જોકે ઉદ્યોગોમાં કર્મચારીઓની છટણી ચાલુ છે તે એક ચિંતાનુ કારણ હજી યથાવત છે.
માર્કેટના ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં પીએમઆઈ 56.8 ટકા રહ્યો છે.જે ઓગસ્ટમાં 52 ટકા હતો.સતત બીજા મહિને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં તેજી હોવાનો નિર્દશ આંકડા આપી રહ્યા છે.ભારતની મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી સાચી દિશામાં આગળ વધી રહી છે.કોરોનાના કારણે સર્જાયેલી અનિશ્ચિતતા યથાવત છે પણ ઉદ્યોગો અને ઈકોનોમી માટે આ આંકડા રાહત આપનારા છે.કારણકે ભારત એવો દેશ છે જ્યાં કોરોનાનુ સંક્રમણ હજી પણ ફેલાઈ રહ્યુ છે અને બીજા દેશોના મુકાબલે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.