ઈકો ગાડીના સાયલેન્સર ચોરીનો પર્દાફાશ કરતી દહેજ પોલીસ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઈકો ગાડીના સાયલેન્સર (કેટાલીક મફલર) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી.ભરૂચ જીલ્લાના એ – ડીવીઝન તથા બી-ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી સાયલેન્સર ચોરીની ફરીયાદો નોધાયેલ છે.
જેમાં ગઈ તા ૩૧/૧૨/૨૦૨૦ ની રાત્રી દરમ્યાન ભરૂચ રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીક માંથી તથા શેરપુરા તથા નંદેલાવ બ્રીજ પાસેથી એમ અલગ- અલગ જગ્યાએથી કુલ -૦૫ ઈકો ગાડી માંથી ૦૫ સાયલેન્સર (કેટાલીક મફલર)ની ચોરી થયેલ હતી અને રાત્રે દહેજના જાેલવા વિસ્તાર માંથી એક ઈકો ગાડી માંથી એક સાયલેન્સર (કેટલીક મફલર) ની ચોરી થયેલ હતી.જે અનુસંધાને એ-ડીવીઝન તથા બી-ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન ખાતે આ ચોરી બાબતે ગુનાઓ દાખલ થયેલ.
જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક હરીકૃણ પટેલ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓએ સદર મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા જીલ્લા પોલીસને સુચના કરેલ, જેથી મદદનિશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર એ.સી ગોહીલની સુચના મુજબ પો.સ.ઈ વી.આર પ્રજાપતિ નાઓ સાથે દહેજ પોલીસની અલગ અલગ ટીમ બનાવી
તાત્કાલીક ગુનાનુ પગેરૂ શોધવા મહેનત કરતા જેના ફળ સ્વરૂપે સ્તફ માણસોને બાતમી મળેલ કે એક મારૂતી સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર એચઆર ૨૬ સી ૩૪૦૮ માં ચોરીમાં ગયેલ ઈકો ગાડીના સાયલેન્સર જેવા સાધનો ભરી જાેલવા થી દહેજ તરફ આવે છે જેથી ય્છઝ્રન્ ચોકડી ખાતે દહેજ પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવતો સદર વર્ણન તથા નંબરવાળી સ્વીફ્ટ ગાડી આવતા પોલીસ ટીમ દ્વારા રોકી લઈ વાહન ચેક કરતો બે ઈસમો મળી આવેલ,
જેમાં (૧) અરશદ મુબીન એહમદ (ર) સહનબાઝ રૂકમુદીન ખાનની કારની તલાશી લેતા તેમાંથી સાયલેન્સર (કેટાલીક મફલ) નંગ ૦૬ જેની કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મળી આવેલ.
બન્ને ઈસમોને ગુનાના કામે હસ્તગત કરી પુછપરછ કરતાં ભરૂચ શહેર ખાતેથી કુદી-જુદી જગ્યાએથી સાયલેન્સર (કેટાલીક મફલર) નંગ-૦૫ તથા દહેજ જાેલવા ખાતેથી ૦૧ સાયલેન્સર ચોરી કરેલાની કબુલાત કરતા આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા અટક કરી અને ગુનાના કામે વપરાયેલ મારૂતી સુઝુકી સ્વીફ્ટ ગાડી કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ તથા થોરી થયેલ સાયલેન્સર મળી કુલ ૭,૦૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ગુનાના કામે પકડાયેલ બને આરોપીઓ ગોડાઉના ગ્રાઉન્ડ પાર્કીગ રેલ્વે સ્ટેશન સોસાયટી વિગેરે જગ્યા એ રાત્રી દરમ્યાન પડેલી ફક્ત ઈકો કારને ટાર્ગેટ કરી તેમાંથી સાયલેન્સર (કેટાલીક મફલર)ની ચોરી કરી તેને તોડીને તેમાંથી માટી કાઢી વેચાણ કરે છે.આ માટી માંથી કિંમતી ધાતુ નીકળતી હોય છે,જેની આશરે એક કિલોની ૧૦૦૦૦ જેટલી કિમત મળતી હોય છે.આરોપીઓ સાયલેન્સર (કેટાલીક મ ફલર)ને ઢોલકીના નામે ઓળખે છે.