Western Times News

Gujarati News

ઈકો ફ્રેંડલી મૂર્તિઓ બનાવતા વલસાડના ચૈતાલી રાજપૂત

સર્વ દેવો માં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ મનાય છે. માનવજીવનને રિદ્ધિ -સિદ્ધિ , સુખ -સંપત્તિ, દિવ્‍યતા આપતા શ્રી ગૌરી પુત્ર ગણેશજીની પધરામણી થનાર છે. મૂર્તિઓનું  સર્જન-વિસર્જન લૌકિક છે.

પરંપરા મુજબ ભગવાનની માત્ર માટીનીજ મૂર્તિઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. હાલના સમય માં ગણપતિની વિશાળ મૂર્તિઓનું પ્રદર્શનનું આકર્ષણ વધી ગયું છે. આ મૂર્તિઓ અનેક પ્રકારના કુત્રિમ મિશ્રણથી બનાવેલ હોવાથી પર્યાવરણ તથા જળ સંપત્તિને ભારે નુકસાન થાય છે. તથા ઘણા એવા પર્યાવરણ પ્રેમીઓ ફક્‍ત માટીની જ મૂર્તિઓ સ્‍વીકાર કરે છે. વલસાડ શહેરમાં પણ માટીની શુધ્‍ધ ઈકો ફ્રેંડલી મૂર્તિઓનું સર્જન થવા પામ્‍યું છે.

જેમાં ચૈતાલી નિલેશ રાજપૂત છેલ્લા બે વર્ષથી ફક્‍ત માટીની મૂર્તિઓનું સર્જન કરે છે. આ વર્ષે પણ વલસાડના અબ્રામા સ્‍થિત પ્રમુખ સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટમાં અને ટી..વી. રીલે કેન્‍દ્ર રોડ સ્‍થિત સુરમયા રેસીડેન્‍સીમાં મંડપની મુખ્‍ય તથા પૂજનની મૂર્તિઓ શુધ્‍ધ માટીથી બનેલ છે. તથા વલસાડના અન્‍ય રહેવાસીઓએ પણ આ રીતે ફક્‍ત માટીની મૂર્તિઓ ઘર આંગણે આવકારી છે. આવા પર્યાવરણ પ્રેમી વ્‍યક્‍તિઓની સંખ્‍યા દિવસે ને દિવસે વધતી રહે આવી બાપ્‍પા ને પ્રભુ પ્રાર્થના. ગણપતિ બાપ્‍પા મોર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.