Western Times News

Gujarati News

ઈજાગ્રસ્ત થયેલા યુવકની ધારાસભ્યએ સારવાર કરી

ગુંટૂર, આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. તેમાં આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ રસ્તા પર એકબાજુ પડ્યો પડ્યો તડપી રહ્યો હતો જોકે કોઈ તેની મદદ કરવા જતું નહોતું તેવામાં આ વ્યક્તિની મદદે આવ્યા એક મહિલા એમએલએ જે પોતે ડોક્ટર પણ છે. બન્યું એવું કે યુવક ગુંટૂરથી પોતાની બાઈક પર નજીક આવેલા અન્ય એક ગામ પિડુગુરુલા જઈ રહ્યો હતો. ગુરુવારે સવારે લગભગ ૬ વાગ્યે ટ્રકે તેને ટક્કર મારી અને બાઇક સાથે પડી જતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જોકે યુવકને કોરોના થયો હશે તો તેવા ભય સાથે લોકો તેની નજીક જવાથી ડરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી આંધ્ર પ્રદેશની સત્તારુઢ પાર્ટીના એમએલએ શ્રીદેવીનો કાફલો પસાર થઈ રહ્યો હતો.

તેમણે આ જોયું અને રસ્તા પર લોહીથી લથપથ કપડા સાથે એક યુવકને જોયો. તરત જ પોતાની કારને રોકાવીને તેમણે પોલીસને આ બાબતે માહિતી આપી એટલું જ નહીં વ્યક્તિની સારવાર પણ કરી અને પ્રાથમિક ઉપચાર આપ્યો. તમને જણાવી દઈએ કે શ્રીદેવી આંધ્ર પ્રદેશના તાડીકોંડા વિધાનસભા બેઠક પરથી એમએલએ તરીકે ચૂંટાયા છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હતા પરંતુ કોરોના ભયથી તે વ્યક્તિની નજીક કોઈ નહોતું જઈ રહ્યું. મે તો ફક્ત તેને પ્રાથમિક ઉપચાર આપ્યો છે. એવું ન બનવું જોઈએ કે કોરોનાના ભયથી આપણે આપણી પ્રાથમિક ફરજ અને માણસાઈ પણ ભૂલી જઈએ. સોશિયલ મીડિયા પર એમએલએ શ્રીદેવીને ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને તેમની તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.