Western Times News

Gujarati News

ઈજાને લીધે ઋષભ પંત કેટલિક મેચો ગુમાવી શકે છે

દુબઈ: દિલ્હી કેપિટલ્સને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે,

જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની ઈજાના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. એવામાં દિલ્હી કેપિટલ્સ લલિત યાદવને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે.

બુધવારે દિલ્હી કેપિટલ્સની મેચ રાજસ્થાન રોયલ્સની સાથે છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ માં છેલ્લી વાર જ્યારે બંને ટીમો સામ-સામે આવી હતી તો જીત દિલ્હી કેપિટલ્સની થઈ હતી. અગાઉની મેચમાં કોઈ ભારતીય વૈકલ્પિક વિકેટકીપર નહીં હોવાના કારણે કેપિટલ્સને હેટમાયરને બદલે એલેક્સ કૈરીને ઉતારવા માટે મજબૂર થવું પડ્યું હતું.

ટીમે જોકે ઇનિંગના અંતમાં બે આક્રમક બેટિંગની ખોટ વર્તાઈ, કારણ કે શિખર ધવને અણનમ ૬૯ રનની ઇનિંગ ૫૨ બોલમાં રમી.

આ મામલાની જાણકારી રાખનારા આઈપીએલના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સે સ્કેનનો રિપોર્ટ બીસીસીઆઈની મેડિકલ ટીમને મોકલ્યો છે.

કારણ કે બીસીસીઆઈએ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કરેલા ખેલાડીઓના મામલામાં આવું કરવું અનિવાર્ય કર્યું છે. તેનાથી જાણી શકાય છે કે પંતને ગ્રેડ એકની ઈજા છે. આક્રમક બેટિંગ માટે પંતનો વિકલ્પ લલિત યાદવઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડ્યું, કારણ કે તેણે બે આક્રમક ગુમાવ્યા છે.

દિલ્હીના હાલના બેટિંગ ક્રમમાં એકમાત્ર વિકલ્પ આક્રમક ઓલરાઉન્ડર લલિત યાદવ છે,

જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટની ૩૦થી વધુ મેચોમાં ૧૩૬થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. આ ઓલરાઉન્ડરને કેપિટલ્સે ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર પોતાની ટીમમાં લીધો હતો.

નોંધનીય છે કે, એલેક્સી કૈરી વિકેટકીપરના રૂપમાં પ્રબળ દાવેદાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે ૩૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેઓએ માત્ર ૬ સિક્સર મારી છે. કૈરીને આઈપીએલ ૨૦૨૦ હજારીમાં દિલ્હી કેપિટલ્સે ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.