Western Times News

Gujarati News

ઈઝરાયલ પેલેસ્ટાઈનની મદદ માટે કોરોના વેક્સિન મોકલશે

Files Photo

નવીદિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના તમામ દેશોને શીખવ્યું છે કે, એકબીજાની મદદ કરીને મોટામાં મોટી આફતનો સામનો કરી શકાય છે. આ મંત્ર પર આગળ વધીને ઈઝરાયલે પેલેસ્ટાઈનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જમીન કબજાની લડાઈ ખૂબ જ જૂની છે. ગત મહિને પણ બંને દેશ વચ્ચે ભારે તણાવ જાેવા મળ્યો હતો પરંતુ આફતના આ સમયે ઈઝરાયલે પેલેસ્ટાઈનને સાથ આપવાનું વચન આપ્યું છે. ઈઝરાયલે પોતાની કુલ વસ્તીના ૮૦ ટકાથી વધારે વયસ્કોને કોરોનાની રસી આપી દીધી છે.

ખાસ વાત એ છે કે, ઈઝરાયલમાં નવી સરકારની રચના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
૧૯૪૮ પહેલા પેલેસ્ટાઈનની ભૂગોળ કંઈક અલગ જ હતી. તે સમયે પણ ત્યાં કેટલાક યહૂદી શરણાર્થીઓ રહેતા હતા પરંતુ તે સમયે પેલેસ્ટાઈન પર ૧૦૦ ટકા પેલેસ્ટાઈનીઓનો કબજાે હતો અને તે સમયે ઈઝરાયલનું નામોનિશાન પણ નહોતું.

૧૯૪૮માં અંગ્રેજાેએ પેલેસ્ટાઈનના ૨ ટુકડા કરી દીધા હતા. જમીનનો ૫૫ ટકા હિસ્સો પેલેસ્ટાઈનના હિસ્સામાં આવ્યો હતો અને ૪૫ ટકા હિસ્સો ઈઝરાયલના હિસ્સામાં આવ્યો હતો. આ બધા વચ્ચે ૧૪ મે ૧૯૪૮ના રોજ ઈઝરાયલે પોતાને એક આઝાદ દેશ ઘોષિત કર્યો હતો અને આ રીતે વિશ્વમાં પહેલી વખત એક યહૂદી દેશનો જન્મ થયો હતો. પરંતુ જેરૂસલેમને લઈ લડાઈ હજુ પણ ચાલુ હતી કારણ કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બંને જેરૂસલેમને પોતાની રાજધાની બનાવવા ઈચ્છતા હતા. ધાર્મિક રીતે પણ જેરૂસલેમ ફક્ત મુસ્લિમ અને યહૂદીઓ જ નહીં પણ ઈસાઈઓ માટે પણ ખૂબ જ ખાસ હતું.

આ સંજાેગોમાં સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે પડ્યું હતું અને તેણે એક રીતે પેલેસ્ટાઈનનો વધુ એક ટુકડો અલગ કરી દીધો હતો. આ કારણે જેરૂસલેમનો ૮ ટકા હિસ્સો સંયુક્ત રાષ્ટ્રના કંટ્રોલમાં આવી ગયો હતો જ્યારે ૪૮ ટકા જમીનનો ટુકડો પેલેસ્ટાઈન અને ૪૪ ટકાનો ટુકડો ઈઝરાયલના હિસ્સામાં રહ્યો હતો. જાેકે જમીનની લડાઈ ત્યાર બાદ પણ ચાલુ રહી હતી.

૧૯૫૬, ૧૯૬૭, ૧૯૭૩, ૧૯૮૨માં ઈઝરાયલ પેલેસ્ટાઈન લડતા રહ્યા અને ઈઝરાયલ સતત પેલેસ્ટાઈનની જમીન પર કબજાે કરતું રહ્યું. આખરે પરિણામ એ આવ્યું કે ૫૫ ટકા અને પછી ૪૮ ટકામાં સમેટાયેલું પેલેસ્ટાઈન હવે ૨૨ ટકા અને પછી ૧૨ ટકા જમીનના ટુકડા પર જ બચ્યું છે. સત્તાવાર રીતે જેરૂસલેમને છોડીને ઈઝરાયલે લગભગ બાકીના ૮૦ ટકા વિસ્તાર પર કબજાે જમાવી દીધો છે. અંતમાં પેલેસ્ટાઈનના નામ પર માત્ર ૨ વિસ્તાર જ બચ્યા છે, એક ગાઝા અને બીજું વેસ્ટ બેંક.

વેસ્ટ બેંક સામાન્ય રીતે શાંત રહે છે પરંતુ ગાઝા ગરમ કારણ કે ગાઝા પર એક રીતે હમાસનો કંટ્રોલ છે. મે મહિનામાં ગાઝા અને ઈઝરાયલ વચ્ચે જ તણાવ થયો હતો. તમામ રોકેટ અને બોમ્બ ગાઝા ખાતેથી જ ઈઝરાયલ પર વરસાવવામાં આવ્યા હતા અને ઈઝરાયલ પણ ગાઝા પર જ હુમલો કરી રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.