Western Times News

Gujarati News

ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની ભારત મુલાકાત મોકૂફ

નવી દિલ્હી, ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની આગામી સપ્તાહે ભારતની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે અને તેના માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે. વડા ધાનના મીડિયા સલાહકારે મંગળવારે આ માહિતી  આપી છે. બેનેટના ટેસ્ટમાં રવિવારે સાંજે કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી અને હાલમાં તેઓ ઘરે એકલતામાં કામ કરી રહ્યા છે. તેઓ 3 થી 5 એપ્રિલની વચ્ચે ભારત આવવાના હતા.

નોંધનીય છે કે ઈઝરાયેલના પીએમ બેનેટ 3 થી 5 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવવાનો પ્રસ્તાવ હતો. પરંતુ કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવતા તેને રદ કરવામાં આવ્યું છે.

જોકે, હવે આ  પ્રવાસ ક્યારે થશે તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. ઇઝરાયલના વડાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા ઓક્ટોબરમાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં પ્રથમ વખત મળ્યા હતા, જ્યારે મોદીએ તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

મીડિયા સલાહકારે કહ્યું, “વડાપ્રધાન નફ્તાલી બેનેટની ભારત મુલાકાત મુલતવી રાખવામાં આવી છે અને તેના માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે.” ઈઝરાયેલના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઈનોવેશન, ઈકોનોમી, સાયબર સિક્યુરિટી, એગ્રીકલ્ચર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ક્લાઈમેટ ચેન્જ સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.