ઈઝરાયેલે હમાસનો વધુ એક કમાન્ડર ઠાર માર્યો, ૧૪ આતંકીઓની યાદી અને તસવીરો કરી જાહેર
ગાઝાસિટી: ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડર માર્યો ગયો છે. હમાસે તેની પુષ્ટિ કરી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ૨૦૧૪માં ગાઝાના જંગ બાદ હુમલામાં મૃત્યુ પામેલ બસમ ઈસા હમાસનો અત્યાર સુધી અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો. આ સાથે ઈઝરાયેલે ઠાર મરાયેલા હમાસ કમાન્ડરોની સંખ્યા ૧૪ પર પહોંચી હોવાનો ઈઝરાયેલે દાવો કર્યો છે.તો ઇઝરાયલના રક્ષા મંત્રી બેની ગૈંટ્સે સ્પષ્ટ કરી દીધું કે હુમલા બંધ થશે નહીં. તેમણે કહ્યું કે, અમારી સેનાના ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઈનમાં હુમલા બંધ થશે નહીં. અમે ત્યાં સુધી રોકાવા તૈયાર નથી, જ્યાં સુધી દુશ્મનને સંપૂર્ણ રીતે શાંત કરી દેશું નહીં. ત્યારબાદ શાંતિ સ્થાપના પર વાત થશે.
ઇઝરાયલે તે ૧૪ હમાસ કમાન્ડરોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેણે છેલ્લા કેટલાક દિવસથી દેશ માટે મુશ્કેલી ઉભી કરી હતી. પરંતુ ઇઝરાયલે સાથે તે પણ કહ્યું કે, આમાંથી કોઈ ઇઝરાયલ માટે મુશ્કેલી ઉભી કરી શકે નહીં. કારણ કે ઇઝરાયલી સુરક્ષા દળોએ તેને ઢેર કરી દીધા છે.ઇઝરાયલે જે હમાસ કમાન્ડરો અને ઓપરેટિવ્સને ઢેર કર્યા છે, તેની તસવીરો પણ જાહેર કરી છે. સાથે તે પણ કહ્યું કે, હમાસના આ કમાન્ડર હવે ઇઝરાયલ માટે કોઈ ખતરો રહી ગયા નથી, કારણ કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે તેને ઢેર કરી દીધા છે.
આ વચ્ચેગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગાઝામાં ૧૬ બાળકો અને પાંચ મહિલાઓ સહિત મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૬૫ થઈ ગઈ છે. જ્યારે ૮૬ બાળકો અને ૩૯ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૩૬૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અલ-અક્સા મસ્જિદના કંપાઉન્ડમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલુ છે ત્યારે હવે ઇઝરાયલ માટે બે મોર્ચે લડવાનું થઇ ગયું છે. એક બાજુ હમાસ દ્વારા ઇઝરાયલ શહેરો પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે.ઇઝરાયલ પણ વળતો હુમલો કરીને એરસ્ટ્રાઇક કરી રહ્યું છે .બન્ને બાજુથી ભીષણ સંઘર્ષ ચાલી રહ્યું છે.પરતું હવે ઇઝરાયલમાં ઘણાબધા શહેરોમાં અરબ અને યહુદીઓ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે.ઇઝરાયલ શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે તોફાનો શરૂ થઇ ગયા છે.
આ દરમિયાન બૈટ યમ,અકર,તમરા,અને લોડમાં યહુદીયોએ અરબ સમુદાયના લોકોની કાર અને દુકાનો સળગાવી નાંખી છે ત્યારે અરબ નાગરિકોએ યહુદીઓના ઓફિસો,હોટલો અને વાહનો ફૂંકી માર્યા હતા.બૈટ ટમમાં યહુદીઓના ટોળાએ એક અરબને લાત મારીને મારી નાંખ્યો હતો તેથી પરિસ્થિતિ વધારે વણસી હતી.આ ઘટના મામલે પોલીસે ૩૭૪ તોફાનીઓની ધરપકડ કરી છે.ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દેશમાં ફેલાયેલી હિંસા મામલે આપાતકાલીન બેઠક બોલાવી છે.અને જરૂર પડે તો પોલીસને કફર્યુ લગાડવાનો અધિકાર આપ્યો છે.તેમણે જણાવ્યું હતું કે અંદર બહારના શત્રુ સામે લડવા પુરી તાકાત લગાવી દઇશું.