ઈઝી પે છેતરપીંડી: મફતનાં બલ્બ આપવાને બહાને નાગરીકોની માહીતી એકત્ર કરવામાં આવતી

Files Photo
સાયબર ક્રાઈમે શહેરના એક શખ્સને ઝડપ્યો: મૂળીયા દિલ્હી તથા મધ્યપ્રદેશ સુધી લંબાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, ઈઝી પે ના ગ્રાહકો સાથ રૂપિયા ૧૮ લાખની ઠગાઈની ફરીયાદ શહેર સાયબર ક્રાઈમને મળી હતી. જે મામલે તપાસ હાથ ધરાતાં મધ્યપ્રદેશ તથા અમદાવાદના શખ્સોની સંડોવણી સપાટી પર આવતા અમદાવાદના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ઈઝી પે નામની કંપનીને તેમના કુલ ૯૧ ગ્રાહકો સાથે રૂપિયા ૯૧ લાખની છેતરપીંડી થયાની ફરીયાદ મળી હતી જેના પગલે મેનેજર ધર્મેન્દ્રભાઈએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનાની તપાસ પીઆઈ પરેવા તથા પીઆઈ ચૌધરીને સોંપવામાં આવી હતી જેના પગલે ઈસમો મધ્યપ્રદેશ ખાતે પે-ટીએમના કિઓસ્ક લગાવી કેવાયસી કરાવનારને સરકાર દ્વારા મફત બલ્બ મળતા હોવાનુ કહેતા હતા અને એ દ્વારા નાગરીકોની તમામ વિગતો ઉપરાંત ફિંગર પ્રિન્ટની માહીતી એકત્ર કરીને અમદાવાદની ‘ઉત્કર્ષ હ્ય્યુમન રીસોર્સીર્સ’ નામની કંપનીને મોકલતા હતા.
સાબરમતી ડી કેબીન નજીક શાંતિધામ ફલેટ ખાતેથી તેના માલિક પ્રશાંત પ્રકાશભાઈ શાહ નામના શખ્સને ઝડપી લેવાતા તેણે પોતાનો ગુનો કબુલ્યો હતો તથા પોતે આ ડેટા દિલ્હી ખાતે મોકલીને કાર્ડ ફિંગર પ્રિન્ટ બનાવ્વ્યા બાદ તે બજારમાં ઉંચા ભાવે વેચતો હોવાનું કહયુ હતું આ ડેટા દિલ્હી અને મધ્યપ્રદેશના વ્યક્તિઓએ ખરીદીને તેના આધારે ઈઝી પે ના નકલી એજન્ટ બની બેંક એકાઉન્ટસમાંથી નાણાંની ઉચાપત કરી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરી અન્ય શખ્સોની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.