Western Times News

Gujarati News

ઈડરના કાળા પત્થરોએ ગરમી ફેંકી, દિવસે પણ કરફ્યૂ જેવો માહોલ

ઈડર, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં જ્યાં સૌથી વધારે ગરમી પડે છે તે સાબરકાંઠાના ઈડરમાં બપોરના સમયે કર્ફ્‌યુ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઈડરમાં ગરમીનો પારો હાલ ૪૧થી ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. ઈડર શહેર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ઈડરિયા ગઢને કારણે ખ્યાતિ ધરાવે છે. ઈડરિયા ગઢના કાળા પર્વતોને કારણે ઈડરમાં સૌથી વધારે ગરમી પડે છે.

ઈડરિયા ગઢને કારણે ઈડર જ નહિ, પરંતુ આસપાસના ગામડામાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહે છે. બપોરના સમયે ઈડર શહેરમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો માહોલ થઈ જાય છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ વૃક્ષોના નિકંદનને કારણે ગરમીનો પારો દિવસેને દિવસે ઉપર જઈ રહ્યો છે.

હજુ પણ પારો ઉપર જવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે ઈડરના લોકોએ કાળઝાળ ગરમીથી દાઝવા તૈયાર રહેવું પડશે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં ઇડરિયા ગઢને લઈ ગરમીનો પારો દિવસે દિવસ વધતો જાેવા મળી રહ્યો છે.

જાેકે ઇડર શહેરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે. અને હાલ બપોરના સમયમાં કરફ્યુ જેવો માહોલ જાેવા મળે છે. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધતો જાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના માત્ર ઇડર શહેરમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જાેકે ૪૧ થી ૪૨ ડિગ્રી વધુ તાપમાન રહે છે. અત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે.

ઇડર શહેરમાં માત્ર ઇડરિયા ગઢને લઈ ગરમીનો પ્રમાણ વધારે હોય છે. ઈડરના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં ઇડરિયા ગઢના કારણે ગરમી વધારે રહે છે. બપોરના સમયે ગરમી પ્રમાણ વધારે હોવાથી જાણે શહેરમાં રસ્તાઓ સુમસામ જાેવા મળે છે.

૪૨ ડિગ્રીથી વધારે તાપમાન પહોંચી જાય છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જાેકે શહેરના સ્થાનિક લોકોનું માનવું છે કે વૃક્ષ વધારે હોય તો ગરમીનો પ્રમાણ ઘટી શકે છે. પરંતુ વૃક્ષોનું નાશ થવાથી ઇડર શહેરમાં સૌથી ગરમી તાપમાન ડિગ્રી સુધી પહોંચી જાય છે.

આમ તો લોકો પણ ગરમીથી બચવા માટે વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે. જ્યારે ગરમી ધીરે ધીરે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઇડર શહેરમાં ઇડરિયા ગઢ પર સૂરજના કિરણો સીધા પડવાથી આસપાસ રહેણાંક વિસ્તારોમાં વધારે ગરમીનો તાપમાન જાેવા મળે છે.

જિલ્લામાં અનેક શહેરો કરતા પણ ઇડર શહેરમાં વધારે તાપમાન નોંધાય છે. જાેકે સ્થાનિક લોકો પણ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જ્યારે ગરમીની આગાહી વચ્ચે આગામી સમયમાં કેટલા અંશે ગરમીનો પારો પોહચે અને સ્થાનિકોને દઝાડશે એ તો સમય જ બતાવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.